Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

કચ્છમાં ખાખી વર્દી ફરી કલંકિત: મહિલા પોલીસકર્મી બુટલેગર સાથે દારૂની હેરાફેરી કરતી ઝડપાઈ, જાણો સમગ્ર મામલો

03:48 PM Jul 01, 2024 IST | Drashti Parmar

Kutch Police News: પોલીસને શર્મસાર કરતી એક ઘટના કચ્છમાંથી સામે આવી છે. પૂર્વ કચ્છ ખાતે CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી(Kutch Police News) બુટલેગર સાથે દારૂની હેરાફેરી કરતી ઝડપાઈ છે. મળતી માહિતી અનુસાર  ભચાઉના ચોપડવા બ્રિજ નજીક ગોલ્ડન હોટેલ પાસે થાર કારમાં દારૂ સાથે બંન્નેને સ્થાનિક પોલીસે ઝડપ્યા હતા.

Advertisement

પોલીસે બાતમીના આધારે સફેદ કારને ઝડપી પાડી હતી. જેમાં દારૂનો જથ્થો હતો. મળતી માહિતી અનુસાર કચ્છના ભચાઉ વિસ્તારની સ્થાનિક મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી બુટલેગરની સાથે મળી દારૂની હેરાફેરી કરી હતી. સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે સફેદ રંગની કારમાં દારૂના જથ્થાની હેરાફેરી થવા જઈ રહી છે.

બાતમીના આધારે પોલીસે કારને પકડી પાવાની કવાયત હાથ ધરી હતી. જો કે કારમાં સવારે બને આરોપીઓ સ્થાનિક પોલીસકર્મીઓ ઉપર કાર  ચઢાવી દેવાનો પુરેપુરો પ્રયાસ કર્યો હતો. આખરે સ્થાનિક પોલીસે બન્નેને ઝડપી પાડ્યા હતા.

Advertisement

મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર પર ૧૬થી વધુ ગુનાઓ દાખલ 
સ્થાનિક પોલીસ દ્વારા જયારે કારની તપાસ કરવામાં આવી ત્યારે કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરની કારમાંથી વિદેશી દારૂ અને બીયરના કેન મળી આવ્યા હતા. સાથે જ એક મહિલા પોલીસકર્મી અને બુટલેગરને પણ ઝડપી પાડ્યા હતા. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી અગાઉ પણ સતત વિવાદોમાં રહી ચૂકી છે.

મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર પણ ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે. બુટલેગર પર  ૧૬થી વધુ ગુનાઓ દાખલ છે. હિસ્ટ્રીશીટર બુટલેગર પર હત્યાના પ્રયાસ જેવા ગુના પણ દાખલ છે. ધરપકડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. હાલમાં પોલીસે બનેની ધરપકડ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Next Article