Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

પ્રેગનેન્સી દરમિયાન દીપિકા પાદુકોણે 'મોમ ટૂ બી'નું ભર્યું સાદુ ઊન ભરત; ડિઝાઇન બતાવીને કહ્યું – ‘આશા રાખું છું…’

05:45 PM Apr 17, 2024 IST | V D

Deepika Padukone: બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં લાઈફમાં પોતાના સુંદર દિવસોને માણી રહી છે. તે પ્રેગ્નેન્ટ છે અને સપ્ટેમ્બર મહિનામાં માતા(Deepika Padukone) બનશે.હાલના સમયે તે કેમેરાની લાઈટથી દુર છે અને પોતાને ક્વોલિટી ટાઈમ આપી રહે છે. તે સોય દોરાથી એમ્બ્રોડરી વર્ક કરી રહી છે. જેનો ફોટો ચાહકો સાથે શરે કર્યો છે. આ સાથે તેમણે એક શાનદાર કેપ્ટશન પણ આપ્યું છે.

Advertisement

સોય દોરાથી એમ્બ્રોડરી વર્ક કર્યું
38 વર્ષની દીપિકા પાદુકોણ પ્રેગ્નન્સી દરમિયાન પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અગાઉ, તેણે બેબીમૂનનો પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેની પીઠ પર ટેનિંગ જોવા મળી હતી, પરંતુ લોકોનું ધ્યાન તેના ટેટૂ તરફ ખેંચાયું હતું, જે લગભગ ગાયબ થઈ ગયું છે. અગાઉ તેમના ગળા પર RK લખેલું હતું. ત્યારબાદ તે રણબીર કપૂરને ડેટ કરતી હતી.

અગાઉ બીચ વેકેશનની પોસ્ટ શેર કરી હતી
દીપિકા પાદુકોણે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર તેના બીચ વેકેશનની તસવીર પોસ્ટ કરી હતી. આ ફોટામાં એક્ટ્રસે તેની પીઠ પર ટેનિંગના નિશાન ફ્લોન્ટ કરી રહી છે. તસવીરમાં એક્ટ્રેસની સ્માઇલ સ્પષ્ટ દેખાઈ રહી હતી કે તે માતા બન્યા પહેલા આ સમયનો આનંદ માણી રહી હતી.

Advertisement

લોકોએ આપી આવી પ્રતિક્રિયા
દીપિકાની આ પોસ્ટ પર અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચને લવ હાર્ટ ઇમોજી બનાવી છે. એક યુઝરે લખ્યું, 'મને લાગે છે કે આનાથી સુંદર કામ અત્યારે કોઈ ના હોય શકે' કેટલાક લોકોને આશા છે કે તે જલ્દી જ તેના બેબી બમ્પનો ફોટો પણ શેર કરશે.દીપિકા છેલ્લે આ વર્ષની હિટ ફિલ્મ 'ફાઈટર'માં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં આગામી ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળશે. આ સિવાય દીપિકા પાસે રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેઇન' પણ છે.

દીપિકા પહેલીવાર પોલીસના રોલમાં જોવા મળશે
'સિંઘમ અગેઇન'માં દીપિકા પહેલીવાર પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા લેડી સિંઘમ પોલીસ ઓફિસર 'શક્તિ શેટ્ટી'ના રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અજય દેવગન, રણવીર સિંહ, કરીના કપૂર ખાન, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Advertisement

Advertisement
Tags :
Next Article