For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પ્રિન્સિપાલે એવી તો શું ભૂલ કરી કે, ધોરણ 10ના દસ વિદ્યાર્થીઓ ન આપી શક્યા બોર્ડની પરીક્ષા

01:32 PM Mar 12, 2024 IST | Chandresh
પ્રિન્સિપાલે એવી તો શું ભૂલ કરી કે  ધોરણ 10ના દસ વિદ્યાર્થીઓ ન આપી શક્યા બોર્ડની પરીક્ષા

Dahod News: હાલ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. તેમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. રાજ્યમાં આવેલા દાહોદમાં પ્રિન્સિપાલની એક ભૂલના કારણે 10 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શક્યા નહોતા. મળતી માહિતી અનુસાર, દાહોદ(Dahod News) શહેર અને જિલ્લામાં 10 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ગુંદીખેડાની ગાયત્રી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સંજયભાઈને ડોક્યુમેન્ટ અને રૂપિયા આપ્યા હતા.

Advertisement

પરંતુ તેઓ આ વિદ્યાર્થીઓના ફોર્મ જ નથી ભર્યા. જેના કારણે આ વિદ્યાર્થીઓને રસીદ પણ મળી ન હતી. અને તેના કારણે તેઓ પરીક્ષામાં બેસવા ન મળ્યું હતું. પ્રિન્સિપાલની ભૂલના કારણે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડ્યું છે.આ કેસમાં વિદ્યાર્થીઓના વાલીઓએ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ કરતા તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

પ્રિન્સિપાલે ના ભર્યુ ફોર્મ
દાહોદ તાલુકાના ગુંદીખેડામાં શહેર સહિત તાલુકાના વિવિધ ગામના ધોરણ 10ના રીપીટરો પાસેથી ફોર્મ ભરવા માટે અસલી ડોક્યુમેન્ટ અને રૂપિયા લીધા છતાં પ્રિન્સિપાલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું ન હતું. જેથી આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહેતાં તેઓ રોષ ભરાઈ હતો. આ ઘટનાથી આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.

Advertisement

દાહોદ તાલુકાના તણસિયા ગામના આંબલી ફળિયામાં રહેતાં સમસુભાઇ હિમાભાઇ માલિવાડના પુત્ર રાજેશને અન્ય વિદ્યાર્થીઓ સાથે દસમા ધોરણની રીપીટર તરીકે પરીક્ષા આપવાની હતી. આ તમામ છોકરાઓના ફોર્મ ભરવાની જવાબદારી ગુંદીખેડાની ગાયત્રી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ અને ઇટાવાના રહેવાસી સંજય મિનામાએ પોતાના માથે લીધી હતી.

પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ પોતાની ઓરિજનલ એલસી, અસલી માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરવા પેટે રૂપિયા લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પાસેથી જુદી-જુદી રકમ લેવામાં પણ આવી હતી. આ રકમમાં 475 રૂપિયાથી માંડીને 7500 અને 9100 રૂપિયા સુધીના રૂપિયા લેવામાં આવ્યા હતાં તેવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
સંજયભાઇએ કોઇ અન્યકારણોસર આ વિદ્યાર્થીઓના ફોર્મ ભર્યા ન હતાં. પરીક્ષાની રસીદ નહીં આવતાં તે અંગેની તપાસ કરતાં રસીદ આવી જશે તેવું કહેવામાં આવ્યું હતું. જોકે, પરીક્ષા શરૂ થઇ છતાં રસીદ નહીં આવતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ના હતા. પોલીસ મથકે અપાયેલી અરજીમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરાઇ છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તેઓની વિનંતિ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરતા તેઓએ આ મામલે તપાસ હાથ ધરી હતી.

Tags :
Advertisement
Advertisement