For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જાણો પ્રધાનમંત્રી મોદીના એક સમયના ખાસ રહેલા ડી જી વણઝારા એવું શું કરવા જઈ રહ્યા છે જેનાથી ભાજપના પગતળે જમીન ખસી જશે

02:24 PM May 16, 2022 IST | Vandankumar Bhadani
જાણો પ્રધાનમંત્રી મોદીના એક સમયના ખાસ રહેલા ડી જી વણઝારા એવું શું કરવા જઈ રહ્યા છે જેનાથી ભાજપના પગતળે જમીન ખસી જશે

હિતેશ સોનગરા (Banaskantha): હાલમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા સંભળાઈ રહ્યા છે જ્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યારે રાજ્યમાં ભાજપા કોંગ્રેસ બે પક્ષો વચ્ચે ખરાખરીની જંગ છેડાતી હતી ત્યારે ત્રીજા પક્ષ આપની એન્ટ્રી થઈ છે આવા સમયે જ પૂર્વ આઈપીએસ ડી.જી વણઝારાએ ટ્વીટર ટ્રેન્ડ શરૂ કર્યું છે. જ્યારે છેલ્લા એક અઠવડિયાનાં કરેલા ટ્વીટ પરથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પૂર્વ આઈપીએસ ડી જી વણઝારા રાજકારણમાં નવી રાજકીય પાર્ટીનો ઉદય કરી શકે છે.

Advertisement

ગુજરાતનાં ૧૯૮૭ બેંચનાં પૂર્વ આઈપીએસ ડીજી વણઝારા એ ગુરુવારે એક ટ્વીટ માં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ગુજરાતની બુદ્ધિ શાળી , જાગૃત અને સારી રીતભાત ધરાવતા લોકો પાસે એવા માઈના લાલ નથી કે જે પોતાની શક્તિથી સૂર્યની જેમ ચમકે. તેમણે દુઃખ વ્યકત કરતા લખ્યું કે નરેન્દ્ર મોદી ૨૦૧૪માં દિલ્લી ગયા પછી રાજ્યમાં અસ્થિરતાનો મુશ્કેલ સમય શરુ થયો. એક પણ મુખ્યમંત્રીને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવાનું નશીબ નથી મળ્યું.

Advertisement

Advertisement

ડીજી વણઝારાએ જણાવ્યું હતું કે, જે શાસન એક બાજુ દુષ્ટો અને દુર્જનોને, દુષ્કૃત્યોને પંપાળે છે અને બીજી બાજુ સમાજની સજ્જન શક્તિને ભયભીત થવા માટે બાધ્ય કરે છે . તે શાસનના અંતની શરૂઆત થઈ ગઈ છે.પાપનો ધડો ડિસેમ્બર મહિનામાં ફૂટવાની તૈયારી કરી રહ્યો છું. તેઓ ટુંક સમયમાં ગુજરાતમાં રાજકીય વિકલ્પ તરીકે નવા રાજકીય પક્ષ સાથે મેદાનમાં ઉતરશે અને ગુજરાતનાં સંત મહાત્માઓ, અમીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, મધ્યમ વર્ગ, ખેડૂતો , મજૂરો, શોષિતો, વંચિતો અને ગરીબો સૌ કોઈ ભયનાં ઓથાર નીચે જીવી રહ્યા છે. જ્યારે ગુંડાઓ, અસામાજિક તત્વો, ભૂમાફિયાઓ અને દેશદ્રોહીઓ નિર્ભય થઈને કાળા કરતૂતો કરી રહ્યા છે આવા કુશાશનમાંથી મુક્ત થવા માટે તૈયાર થાઓ. ‘પીપળ પાન ખરંતા હસતી કુંપલીયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુલીયા’

Trishul News ત્રિશુલ ન્યુઝ સાથેની વાતચીતમાં એમ એ પટેલ (રાષ્ટ્ર વંદના મંચ)એ જણાવ્યું હતું કે, સંગઠનની સાથે સાથે રાજકીય પાર્ટીનો ઉદય કરવો જરૂરી બન્યું છે. જ્યારે રાજકીય પાર્ટીના રજી્ટ્રેશનથી લઈને તમામ તૈયારીઓ પુરી થઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં ભારતને વિશ્વ ગુરુ બનાવવાના હેતુ સાથે તારીખ ૩૧મી મે નાં રોજ અમદવાદ મુકામેથી પૂર્વ આઈપીએસ ડીજી વણઝારા રાજકીય પાર્ટીની ઘોષણા કરશે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement