For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વાવાઝોડુ 'માઈચોંગ'એ ધારણ કર્યું રૌદ્રરૂપ... અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ શરૂ, જાણો ક્યાં રાજ્યો હાઇઍલર્ટ પર

11:39 AM Dec 03, 2023 IST | Chandresh
વાવાઝોડુ  માઈચોંગ એ ધારણ કર્યું રૌદ્રરૂપ    અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ શરૂ  જાણો ક્યાં રાજ્યો હાઇઍલર્ટ પર

Cyclone Michaung: ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે તેવી શકયતા વ્યક્ત કરી છે. કારણ કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન આવનાર 24 કલાકમાં ચક્રવાતી તોફાન બની શકેછે. તે 'Cyclone Michaung'માં પરિવર્તિત થવાની સંભાવના લાગી રહી છે.

Advertisement

IMD મુજબ ડીપ ડિપ્રેશન 'પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને આવનાર 24 કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરી છે. આ પછી, તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને દક્ષિણ આંધ્ર પ્રદેશ અને અડીને આવેલા ઉત્તર તામિલનાડુના દરિયાકાંઠે થઈને સોમવારે સવાર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પહોંચશે.

Advertisement

આ સાથે હવામાન વિભાગે કહ્યું છે કે, તારીખ 5 ડિસેમ્બરે જ્યારે તે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે છે, ત્યારે Cyclone Michaung 80 થી 90 કિમી પ્રતિ કલાકની મહત્તમ સતત પવનની ગતિ પ્રાપ્ત કરે તેવી ધારણા કરી રહ્યું છે. જે 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. IMD એ એમ પણ જણાવ્યું છે કે, દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ અને ઉત્તરી તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના જિલ્લાઓમાં મિલકતો અને નબળા માળખાને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી છે.

Advertisement

રવિવારે ઉત્તર કોસ્ટલ તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત છે. IMDએ કહ્યું છે કે, તારીખ 4 ડિસેમ્બરે છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને તે પછી તે ઘટશે. રાજ્યની રાજધાની ચેન્નાઈમાં પણ આવનાર દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. ચેન્નાઈ હવામાન વિભાગે શનિવારે રાત્રે તામિલનાડુ અને પુડુચેરીમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની ચેતવણી પણ જારી કરી હતી.

Cyclone Michaung દરિયાકાંઠાના જિલ્લાઓ સુધી પહોંચવાની ધારણા હોવાથી સમગ્ર તમિલનાડુમાં પોલીસ અને અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરીને 18 ટીમો પ્રદાન કરી છે અને 10 વધારાની ટીમોને કોઈપણ અણધારી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રાખવામાં આવી છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement