For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અમદાવાદ/ PM મોદીની લગ્નની કંકોત્રી વાયરલ કરનાર સામે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી

11:06 AM Jan 07, 2024 IST | V D
અમદાવાદ  pm મોદીની લગ્નની કંકોત્રી વાયરલ કરનાર સામે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી

PM Modi Wedding Card: લોકોને સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પરંતુ કેટલીકવાર તેનો ઉપયોગ મીમ્સના રૂપમાં અથવા અન્ય રીતે કરવામાં આવે છે. ત્યારે ગત દિવસોમાં પીએમ મોદી વિશે ઘણા મીમ્સ અને વિડીયો બનાવવામાં આવ્યા હતા. જે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે.તેમજ પીએમ નરેન્દ્ર મોદી અને ઈટાલીના વડાપ્રધાનને લઈને એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ( PM Modi Wedding Card ) થઈ હતી. ત્યારે આ વાયરલ વીડિયો અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં હતી.

Advertisement

ઈટાલીના પીએમ અને પીએમ મોદીના લગ્નની કંકોત્રી બનાવી વાઇરલ કરવામાં આવી
થોડા દિવસો અગાઉ એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં જેમાં ઈટાલીના પીએમ અને પીએમ મોદીના લગ્નની કંકોત્રી બનાવી વાઇરલ કરવામાં આવી હતી. આ વિડિયો પર બીજેપી લો સેલે વાંધો ઉઠાવ્યો હતો.ઈન્દોરમાં બીજેપી લીગલ સેલ સાથે સંકળાયેલા એડવોકેટ્સ દ્વારા એમજી રોડ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી.

Advertisement

સોશિયલ મીડિયા પર વડાપ્રધાનના લગ્નની કંકોત્રી બનાવી વાયરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી સાયબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ હતી. જેમાં લગ્નનું સ્‍થળ નરેન્‍દ્રભાઇ મોદી સ્‍ટેડિયમ અમદાવાદ દર્શાવવામાં આવ્‍યું છે. સાથે સાથે ‘ટહુકા'માં કોમેન્‍ટ કરવાનું લખવામાં આવ્‍યું છે. વડાપ્રધાનની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવી પોસ્‍ટના મુદ્દે સાયબર ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી હતી.

Advertisement

પોસ્‍ટ હટાવી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
સોશિયલ મીડિયા પર સતત વોચ રાખવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમ એલર્ટ છે ત્‍યારે તેમના ધ્‍યાને આવ્‍યું હતું કે, સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર કબીર હાન્‍ડા નામની પ્રોફાઇલ દ્વારા એક લગ્નની કંકોત્રી વાયરલ કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્‍યું હતું કે, અ.સૌ. હીરાબેન તથા દામોદરદાસ મોદીના સુપુત્ર ચિ. નરેન્‍દ્રના શુભ લગ્ન ચિં. મેલોની સાથે રાખેલ છે. જેમાં વડાપ્રધાનના ફોટા સાથે કોઇ મહિલાનો ફોટો મૂકવામાં આવ્‍યો હતો. સાથે સાથે મંડપ રોપણ, દાંડિયા રાસ, તથા જાન આગમન અને હસ્‍તમેળાપ તથા લગ્ન સ્‍થળ નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ લખવામાં આવ્‍યું હતું. જ્‍યારે ટહુકામાં કોમેન્‍ટ લખી પોસ્‍ટ વાયરલ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ દ્વારા આ પોસ્‍ટ હટાવી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

સાયબર ક્રાઇમ દ્વારા વડાપ્રધાન મોદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાનું ધ્યાને આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ હટાવીને ફરિયાદ નોંધી તપાસ કરવામાં આવી છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement