For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL 2024 પહેલા તોફાની મૂડમાં: હેલીકોપ્ટર શોટ્સથી ફેન્સને કરી દીધા ખુશ- જુઓ વિડીયો

04:57 PM Mar 20, 2024 IST | V D
cskના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ipl 2024 પહેલા તોફાની મૂડમાં  હેલીકોપ્ટર શોટ્સથી ફેન્સને કરી દીધા ખુશ  જુઓ વિડીયો

CSK Captain Mahendra Singh Dhoni: IPL 2024 શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ચાહકો માટે સારા સમાચાર એ છે કે કેપ્ટન એમએસ ધોની(CSK Captain Mahendra Singh Dhoni) પ્રેક્ટિસમાં ઘણો પરસેવો પાડી રહ્યો છે. ધોનીના પ્રેક્ટિસ સૂત્રો દર્શાવે છે કે તે અત્યારે સારા ફોર્મમાં છે અને આગામી સિઝનમાં તેનું બેટ ઘણા રન બનાવી શકે છે. અત્યાર સુધી, તેણે તેની IPL કારકિર્દીમાં 250 મેચ રમીને 5,082 રન બનાવ્યા છે. હવે X પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એમએસ ધોની એક હાથે સિક્સર મારતો જોવા મળી રહ્યો છે.તેમજ એમએસ ધોનીના બેટથી ચાહકોનો ફેવરિટ શોટ એટલે કે હેલીકોપ્ટર શોટ પણ નીકળ્યો. નેટ્સમાં તે કોઈ પણ બોલર્સને છોડી રહ્યા નથી.

Advertisement

એમએસ ધોનીએ પ્રેક્ટિસ સેશનમાં સિક્સર ફટકારી હતી
એમએસ ધોનીના વાયરલ થયેલા વીડિયોમાં તેણે પહેલો સિક્સ લેગની દિશામાં અને બીજી સિક્સ એક હાથથી લોંગ-ઓનની દિશામાં ફટકારી હતી. ધોની 42 વર્ષનો છે અને જુલાઈ મહિનામાં 43 વર્ષનો થઈ જશે, જેના કારણે ઘણા લોકોએ તેની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ તે પ્રેક્ટિસ દરમિયાન એકદમ ફિટ દેખાઈ રહ્યો છે. CSKના ચીફ ઓપરેટિંગ ઓફિસર કાશી વિશ્વનાથને તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ધોની ફિટ છે અને તેનું સંપૂર્ણ ધ્યાન ટ્રેનિંગ પર છે.એમએસ ધોની પોતાના રેગ્યુલર ક્રિકેટના દિવસોમાં ઘણી વખત હેલિકોપ્ટર શોટ જડતા નજર આવતા હતા પરંતુ હવે માત્ર તેઓ આઈપીએલ રમે છે તો ચાહકો ઈચ્છે છે તે તેઓ ત્યાં હેલીકોપ્ટર શોટ રમે. જોકે, મેચમાં તો ઓછુ પરંતુ પ્રેક્ટિસ સેશનમાં ધોનીના બેટથી હેલીકોપ્ટર શોટ જોવા મળતા હોય છે. આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે

Advertisement

IPL 2023માં ધોનીએ કેવું પ્રદર્શન કર્યું?
તમને યાદ અપાવી દઈએ કે એમએસ ધોનીએ 2023માં CSKને પાંચમી વખત IPLનો ચેમ્પિયન બનાવ્યો હતો. જે બાદ તેણે મુંબઈ જઈને ઘૂંટણની સર્જરી કરાવવી પડી હતી. એવું લાગી રહ્યું છે કે વધતી ઉંમરની ધોની પર કોઈ અસર નથી થઈ રહી અને વધતી ઉંમર સાથે ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ વધી રહ્યો છે. તેણે ગત સિઝનમાં 16 મેચમાં માત્ર 104 રન બનાવ્યા હતા, પરંતુ એક કેપ્ટન તરીકે તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેની વિકેટ કીપીંગ કુશળતા હજુ પણ નબળી પડી નથી. વેલ, પ્રેક્ટિસ દરમિયાન બતાવવામાં આવેલી તેની તાકાત દર્શાવે છે કે તે IPL 2024માં વિરોધી ટીમો તરફથી સિક્સર ફટકારી શકે છે.

Advertisement

એમએસ ધોનીએ ખાસ તૈયારી કરી
ધોની પોતાની તૈયારી એ જ સ્ટાઈલમાં કરી રહ્યો છે. ગ્રાઉન્ડ પર તેની તૈયારીઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તે મોટી હિટ અને લાંબી સિક્સર મારતો જોવા મળે છે. આ સિઝનમાં, તેણે CSK સાથે સંકળાયેલા શાર્દુલ ઠાકુર સામે મોટા શોટ ફટકારવાની ઘણી પ્રેક્ટિસ પણ કરી છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement