Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો! 20 થી 25 રૂપિયા મોંઘુ થઇ શકે છે પેટ્રોલ- જાણો ક્યારથી લાગુ થશે નવા ભાવ

07:43 PM Mar 03, 2022 IST | Mansi Patel

રશિયા-યુક્રેન યુદ્ધના(Russia-Ukraine war) કારણે દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોચ્યા છે. તેમાં પણ ખાસ કરીને ક્રૂડ ઓઈલની(Crude oil) કિંમત ખુબ જ વધી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ગુરુવારે 115 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ હતી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ભારતમાં(India) પેટ્રોલ અને ડીઝલના(Petrol and diesel) ભાવમાં વધારો લગભગ નિશ્ચિત છે. છેલ્લા 120 દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી, જ્યારે કાચા તેલની કિંમતમાં લગભગ 70%નો વધારો થયો છે.

Advertisement

IIFL સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $115ને વટાવી ગઈ છે. તે જ સમયે, તેલ કંપનીઓએ 3 નવેમ્બરથી પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ ત્યારથી ક્રૂડ તેલ પ્રતિ બેરલ $ 40 થી વધુ મોંઘું થઈ ગયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20-25 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. રેટિંગ એજન્સી ઇકરાના વાઇસ પ્રેસિડેન્ટ અને કો-ગ્રુપ હેડ પ્રશાંત વશિષ્ઠના જણાવ્યા અનુસાર, જ્યારે ક્રૂડ ઓઇલ બેરલ દીઠ $1 મોંઘું થાય છે ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 55-60 પૈસા પ્રતિ લિટરનો વધારો થાય છે.

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને ચૂંટણીમાં વિલંબનો ટ્રેન્ડ દર્શાવે છે કે મોદી સરકાર વિધાનસભાની ચૂંટણી પહેલા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું ટાળી રહી છે. જો કે, ચૂંટણી પૂરી થયા પછી ભાવ વધારવામાં વિલંબ થતો નથી. હાલમાં દેશમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. તેનું પરિણામ 10 માર્ચે આવશે. આ કારણોસર, આગામી સપ્તાહથી ભાવમાં વધારો થવાનો અંદાજ છે. વિશ્લેષણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો એકસાથે નહીં થાય, પરંતુ ધીમે ધીમે થશે.

Advertisement

જાણો તમારા શહેરમાં આજના પેટ્રોલ ડીઝલની નવીનતમ કિંમત:
રાયપુરમાં પેટ્રોલની કિંમત 101.11 રૂપિયા અને ડીઝલની કિંમત 92.33  રૂપિયા છે. ભોપાલમાં પેટ્રોલની કિંમત 107.23 રૂપિયા અને ડીઝલની કિંમત 90.87  રૂપિયા છે. જયપુરમાં પેટ્રોલની કિંમત 107.06 રૂપિયા અને ડીઝલની કિંમત 90.70  રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14  રૂપિયા છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા અને ડીઝલની કિંમત 91.43  રૂપિયા છે. તેમજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલની કિંમત 86.71 રૂપિયા નોંધાયા છે.

ભારત 85% ક્રૂડ સપ્લાય માટે અન્ય દેશો પર નિર્ભર છે:
ભારત તેના ક્રૂડ ઓઈલના 85% થી વધુ પુરવઠા માટે અન્ય દેશો પર નિર્ભર છે. રશિયાની લગભગ અડધી તેલ નિકાસ – લગભગ 2.5 મિલિયન બેરલ પ્રતિ દિવસ – જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, પોલેન્ડ, ફિનલેન્ડ, લિથુઆનિયા, ગ્રીસ, રોમાનિયા અને બલ્ગેરિયા સહિતના યુરોપિયન દેશોમાં મોકલવામાં આવે છે. જોકે, ભારત રશિયા પાસેથી બહુ ઓછું તેલ આયાત કરે છે.

Advertisement

કેવી રીતે નક્કી થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવ?:
જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર થતો હતો. 26 જૂન 2010 પછી, સરકારે પેટ્રોલની કિંમત નક્કી કરવાનું તેલ કંપનીઓ પર છોડી દીધું. આવી જ રીતે ઓક્ટોબર 2014 સુધી ડીઝલના ભાવ પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ 19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ ઓઈલ કંપનીઓને સોંપી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Tags :
Next Article