For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

CRPFમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક; જાણો કેટલો મળશે પગાર અને શું છે લાયકાત?

05:42 PM Jun 01, 2024 IST | Drashti Parmar
crpfમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક  જાણો કેટલો મળશે પગાર અને શું છે લાયકાત

CRPF Recruitment 2024: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક છે. આ માટે, CRPF એ ફિઝિયોથેરાપિસ્ટની જગ્યાઓ પર ભરતી માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. કોઈપણ ઉમેદવાર કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તે CRPFની અધિકૃત વેબસાઈટ crpf.gov.in પર જઈને અરજી કરી શકે છે. CRPFની આ ભરતી(CRPF Recruitment 2024) માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Advertisement

CRPF ભરતી 2024 હેઠળ ફિઝિયોથેરાપિસ્ટની જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જો તમે પણ CERPFની આ પોસ્ટ્સ પર કામ કરવા માંગો છો, તો તમે 17 જૂન અથવા તે પહેલા અરજી કરી શકો છો. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરી રહ્યા છો, તો પહેલા નીચે આપેલી બાબતોને ધ્યાનથી વાંચો.

Advertisement

CRPFમાં કેટલી વય મર્યાદા વાળા લોકો કરી શકે છે અરજી?
CRPFની આ ભરતીના દ્વારા જે પણ ઉમેદવાર અરજી કરવાનું વિચારી રહ્યા છે. તેની વય મર્યાદા 40 વર્ષની ઓછી રાખવામાં આવી છે.

Advertisement

CRPF ભરતી 2024 હેઠળ પસંદગી પામેલા
ઉમેદવારોને પગાર તરીકે દર મહિને રૂ. 55000 ચૂકવવામાં આવશે.

સીઆરપીએફમાં નોકરી મેળવવા માટેની લાયકાત શું છે
જે પણ ઉમેદવાર આ પોસ્ટ્સ માટે અરજી કરી રહ્યા છે તેમની પાસે કોઈપણ માન્ય ભારતીય અથવા વિદેશી યુનિવર્સિટીમાંથી ફિઝિયોથેરાપીમાં માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે? ઉપરાંત, વ્યક્તિને સંબંધિત કાર્યક્ષેત્રનો અનુભવ હોવો જોઈએ.

Advertisement

આ રીતે તમને સીઆરપીએફમાં નોકરી મળશેઃ
સત્તાવાર નોટિફિકેશન અનુસાર જે પણ CRPF ભરતી 2024 માટે અરજી કરી રહ્યાં છે. તેની પસંદગી વોક ઇન ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

અન્ય માહિતી
આ CRPF ભરતી માટે અરજી કરનારાઓએ નીચે આપેલા સરનામે વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજરી આપવી પડશે.
તારીખ- 17 જૂન 2024
સ્થળ – પ્રશિક્ષણ નિર્દેશાલય, પૂર્વ બ્લોક નંબર 10, લેવલ 7, આર કે પુરમ, નવી દિલ્હી, 110066 (સંપર્ક નંબર 011- 20867225)

Tags :
Advertisement
Advertisement