For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં આંધળા-લંગડાનું ગઠબંધન: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ-AAPના ગઠબંધન પર CR પાટીલના આકરા પ્રહાર, જુઓ વિડીયો

03:49 PM Feb 24, 2024 IST | V D
ગુજરાતમાં આંધળા લંગડાનું ગઠબંધન  લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ aapના ગઠબંધન પર cr પાટીલના આકરા પ્રહાર  જુઓ વિડીયો

CR Patil's strikes: આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની(CR Patil's strikes) પત્રકાર પરિષદ યોજાઇ હતી.જેમાં સી આર પાટીલે 26 માંથી 26 સીટ 5 લાખની લીડ થી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમજ લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર પ્રતિક્રિયા આપી હતી જેમાં સી આર પાટીલે, AAP-કોંગ્રેસને આંધળા-બહેરાના ગઠબંધન જેવુ ગણાવ્યુ છે અને લોકસભા ચૂંટણીમાં ભાજપ જ 26 બેઠક જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Advertisement

સીઆર પાટીલે પોતાની પ્રતિક્રિયા આપી
લોક સભાની ચૂંટણી ના પડઘમ વાગી ચુક્યા છે જેને લઈ ને તમામ પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની 26 સીટમાંથી 24 પર કોંગ્રેસ લડશે ત્યારે બે સીટ પર આમ આદમી પાર્ટી છે.આ ગઠબંધનને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સપનામાં હોય તેવું લાગે છે.ભરૂચ અને ભાવનગરમાંથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે,જેમાં ભાવનગર ની સીટ ખૂબ જ મજબૂત છે.તેથી ત્યાં ભાજપ જ જીતશે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 126 બેઠકો પર આપની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી અને કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝીટ ગુમાવી હતી.

Advertisement

ભાવનગર અમારી મજબૂત બેઠક છે-પાટીલ
સી આર પાટીલે જણાવ્યુ કે ગત વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરતા ભાજપે 13 ટકા મત વધારે મેળવેલા છે. ચૈતર વસાવા સિવાય 7માંથી 4ની તો ડિપોઝીટ પણ જમા થઇ હતી. ભાજપ ગુજરાતમાં મજબૂત છે. ભાવનગર પણ અમારી મજબૂત સીટ છે. ત્યાં અમારુ મજબૂત વાતાવરણ છે.

Advertisement

આંધળા અને બહેરાના વિશ્વાસઘાત જેવી સ્થિતિ
સી આર પાટીલે AAP-કોંગ્રેસને આંધળા-બહેરાના ગઠબંધન જેવુ ગણાવ્યુ છે. વિધાનસભા ચૂંટણીની વાત કરતા સી આર પાટીલે જણાવ્યુ હતુ કે તેમાં કોંગ્રેસે 44 બેઠક પર ડીપોઝીટ ગુમાવી હતી.હાલમાં કોંગ્રેસના આગેવાનોને પણ જીતની કોઇ શક્યતા દેખાતી નથી, ત્યારે આવા ગઠબંધનની પણ જીતની કોઇ શક્યતા નથી.સી આર પાટીલે કહ્યુ કે,આપ અને કોંગ્રેસ દિવાસ્વપ્નોમાં રચે છે. નર્મદામાં એક જ બેઠક પર આપ મજબૂત છે. બાકીની બેઠકો પર આપે ડિપોઝીટ પણ ગુમાવી હતી. PM મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક નિશ્ચિત છે.તેમણે કહ્યુ,વરસાદમાં દેડકા આવે તેમ ઇલેક્શનના ટાઇમે લોકો આવી જાય છે. કોંગ્રેસ અને AAP ચૂંટણી વખતે જ દેખાય છે.સી આર પાટીલે કહ્યુ કે કોણ નારાજ છે, કોણ નબળું છે તેની ચિંતા અમને નથી. લોકસભા ચૂંટણીમાં ભાજપ દેશમાં 400થી વધુ બેઠકો જીતશે અને ગુજરાતમાં 26એ 26 બેઠક પણ જીત હાંસલ કરશે.

Advertisement

ગઠબંધન મામલે સીઆર પાટીલે કહ્યું કે,ક્યારેય સફળ નહિ થાય
સી આર પાટીલે ગઠબંધન મામલે એક ઉદાહરણ પણ આપ્યું હતું અને જણાવ્યું હતું,કે એક ગામની અંદર આગ લાગી ત્યારે ઘરની અંદર એક આંધળો અને એક લંગડો ફસાયેલા હતા આ બને એ ગઠબંધન કર્યું અને લંગડો આંધળાની પીઠ પર ચડી ગયો અને આંધળાને રસ્તો બતાવવા લાગ્યો જે આગ માંથી આ બંને ગઠબંધન કરી સફળ રીતે બહાર આવી ગયા હતા.ત્યારબાદ આ બંનેને ગઠબંધન ગમ્યું અને સાથે રહેવાનું નક્કી કર્યું જેથી એક મંદિરની બહાર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું હતું.ધીમે ધીમે આંધળા ને લંગડા નો વજન વધતો હોય તેવું લાગ્યું ..જેથી તેમને એવું લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થાય છે કારણ કે મંદિરમાંથી જે ભિક્ષા મળે છે તેમાં સમાન ભાગ પડતા નથી તેથી લંગડો ખાય પી ને જાડો થયો છે. જેથી આ બંને વચ્ચે તિરાડ પડે છે.તેવી જ રીતે આ ગઠબંધનમાં પણ અનેક તિરાડો પડશે. રાહુલ ગાંધી ન્યાય યાત્રા ને લઈ સીઆરે જણાવ્યું હતું કે હવે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે પરંતુ રાહુલ ગાંધી કોંગ્રેસમાં સફળ નેતૃત્વ કરી શકે તેમ નથી એવું કોંગ્રેસના લોકો જ માની રહ્યા છે.

Tags :
Advertisement
Advertisement