For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરત સિવિલ હોસ્પિટલના સહયોગથી રેડ & વ્હાઇટ સંસ્થામાં વિદ્યાર્થીઓને CPR તાલીમ અપાઈ

05:12 PM Mar 09, 2024 IST | Chandresh
સુરત સિવિલ હોસ્પિટલના સહયોગથી રેડ   વ્હાઇટ સંસ્થામાં વિદ્યાર્થીઓને cpr તાલીમ અપાઈ

CPR training given to students in Surat: સુરત વરાછા સ્થિત કે.સી.કોઠારી સ્કૂલ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરૂપે સુરત સિવિલ હોસ્પિટલ ચેસ્ટ વિભાગના વડા પારુલબેન વડગામાના પ્રેરક ઉપસ્થિતિ હેઠળ રેડ & વ્હાઇટ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) તાલીમ આપવામાં આવી હતી. 'ફેમિલી ફિજિશિયન એસોસીએશન સુરત' તેમજ નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાલીમ (CPR training given to students in Surat) તેમજ ઇમરજન્સી પરિસ્થિતિના ભાગરૂપે અપાતી સારવાર દરમિયાનની સમજ કેળવવામાં આવી હતી.

Advertisement

Advertisement

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ડો.પારુલબેન વડાગામાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખરા અર્થે ઉજવણીનો ભાગ બનવનો અવસર મળ્યો હતો. સીપીઆરએ એક તકનિક છે જે શ્વાસ લેવાનું અને લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય તેવા કિસ્સામાં વ્યક્તિના શરીરના મહત્વપૂર્ણ કાર્યોને જાળવવામાં મદદ કરે છે. આ ટૂંકા ગાળાના પગલાં જીવન બચાવવા અને તબીબી સારવાર મળે તે પહેલાં દર્દીની સ્થિતિ સ્થિર કરવા માટે નિર્ણાયક બની શકે છે. સીપીઆરની માત્ર તાલીમ મેળવવી જરૂરી નથી,પરંતુ ઇમરજન્સીના સમયે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ જ આ તાલીમને સાકાર કરશે.

Advertisement

ત્યાં ઉપસ્થિત ઈકબાલ કડીવાલાના માર્ગદર્શનમાં તાલીમ તેમજ ઇમરજન્સી સારવારની સમજ આપવામાં આવી હતી.આ દરમિયાન ઇકબાલ કડીવાલાએ કહ્યું હતું કે,આજની તાલીમ મેળવ્યા બાદ અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓની સમાજમાં ભૂમિકા મહત્વપૂર્ણ બની જશે.આ ઉપરાંત તેમને ઉપસ્થિત તમામને આ તાલીમનું મહત્વ સમજાવ્યું હતું અને ભવિષ્યમાં લોકોને મદદરૂપ થવા પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

આ તાલીમમાં FPA સંસ્થાના અધ્યક્ષ ડો. સુરેન્દ્ર પ્રજાપતિ, સેક્રેટરી ડો. મનસુખ ગટીવાલા, કોર્ડીનેટર ડો. મધુસુધન ઉમરજી, તેમજ અન્ય કમિટી સદસ્યો ડો.હરેશ ભાવસાર, ડો.આર.જી. ગોયલ, ડો.વિનોદરાય પટેલ, ડો. પ્રણય રાણા,ડો. ભુપેન્દ્ર નાગત, ડો. કેશવ પટેલ, ડો. ગિરીશ મોદી ઉપરાંત સુરત પીડિયાટ્રિશન એસો.ના સેક્રેટરી ડો.અશ્વિની શાહ દ્વારા તાલીમ અપાઈ હતી જયારે સંસ્થાના એડમીન હેડ નિશા ઠક્કર, શિક્ષકો ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement
Advertisement