Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

મનપાએ નિયમ વિરુદ્ધ ખોટી રીતે સીલ કરેલી મિલકતો માટે હેરાન થતાં વેપારીઓને મદદ કરશે કોંગ્રેસ લીગલ સેલ

12:50 PM Jun 12, 2024 IST | Drashti Parmar

Surat Properties Seal News: રાજકોટમાં બનેલી ઘટનાના પડઘા સુરત સુધી પહોંચ્યા છે. રાજકોટમાં બનેલી આગની ઘટનાનો સબક લઇ સુરત ફાયર વિભાગ અને તંત્ર દોડતું થયું છે. ફાયર સેફટી મામલે સુરતની 17 જેટલી કાપડ માર્કેટ બંધ રહેતા વેપારી તેમજ  કર્મચારીઓને નુકસાન થઇ રહ્યું છે. ત્યારે આ મામલે વિપક્ષે વેપારીઓને સાથ આપતા સરકાર સામે સવાલો ઉભા કર્યા છે.  રાજકોટમાં બનેલી(Surat Properties Seal News) ઘટના બાદ તંત્ર સુરતના વેપારીઓને હેરાન કરી રહી છે.

Advertisement

સરકારની ભૂલની સજા વેપારીઓ તેમજ કર્મચારીઓ ચૂકવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આ તમામ કામગીરી ઉપર પ્રશ્નો ઉભો કરવામાં આવી રહ્યો છે. લીગલ સીલ દ્વારા આજે જે પણ વેપારીઓને કાયદાકીય મદદની જરૂર હોય તેને વિના મૂલ્ય આપવાની વાત કરી હતી. કોંગ્રેસના લીગલ સેલ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા આડેધડ સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવાતા આર્થિક રીતે મોટું નુકસાન વેપારીઓને સહન કરવું પડી રહ્યું છે.

ત્યારે સંયુક્ત રીતે ચાલુ થયેલા ઓપરેશનમાં સુરત શહેરની ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલો શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરી દેવામાં આવી છે. વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે ઘણા એવા ટેકનીકલ મુદ્દા છે કે તેમાં ઝડપથી આ પ્રક્રિયામાંથી વેપારી બહાર આવી શકે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ત્યારે મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓને શક્ય એટલી કાયદાકીય મદદ કોઈપણ પ્રકારના આર્થિક લાભ વગર કરી આપવાની જાહેરાત કોંગ્રેસે કરી છે.

Advertisement

કોંગ્રેસના લીગલ સેલના પ્રમુખ ઝમીર શેખે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષમાં સરકારે જે રીતે ભ્રષ્ટાચાર કર્યો છે તેના લીધે લોકોને હવે હેરાન થવું પડે છે. આશ્ચર્યજનક વાત એ છે કે સુરત મહાનગરપાલિકા એકબીજા વિભાગ સાથે સંકલન કરી શકતું નથી અથવા તો કરવા ઇચ્છતું નથી. સરકાર જે રીતે હાલ કામગીરી કરી રહી છે તેને લઈ સરકાર પર જ સવાલો ઉઠી રહ્યા છે.  વહીવટી તંત્ર પોતે જ ગેરકાયદેસર કામગીરી કરતી હોય તેવું લાગી રહ્યું છે. માર્કેટમાં તમે બોગસ બીયુસી સર્ટિફિકેટ આપી દેવાયા.

જો એક તરફ આકરણી  વિભાગ તમામ મિલકતો પાસેથી આકરણીની લેતી હોય તો ગેરકાયદેસર કેવી રીતે માની શકાય અને જો ગેરકાયદેસર મિલકતો છે તો આકરણીની  કેવી રીતે લઈ શકે તેના ઉપર મોટો પ્રશ્ન છે. જે વિભાગ દ્વારા આકારણી લેવામાં આવી રહ્યું છે. તે જે મિલકત ગેરકાયદેસર છે. તેવું સંબંધિત વિભાગને કેમ જાણ કરતું નથી. આ માત્ર અધિકારીઓની ઉઘરાણી કરવાની જ વાત છે અને લોકોને ડરાવવા માટેનું કાર્ય છે. ખરા અર્થમાં લોકોની મુશ્કેલી હલ કરવામાં તંત્રને કોઇ જ રસ નથી. કોર્પોરેશન એક હપ્તા વસૂલી નું કેન્દ્ર બની ગયું છે

Advertisement

Advertisement
Tags :
Next Article