For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

CM ભૂપેન્દ્ર પટેલે દીકરા અનુજ પટેલ સાથે કર્યું મતદાન- જુઓ વિડીયો

11:50 AM May 07, 2024 IST | V D
cm ભૂપેન્દ્ર પટેલે દીકરા અનુજ પટેલ સાથે કર્યું મતદાન  જુઓ વિડીયો

CM Bhupendra Patel voted: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થયું છે. સવારે 7 વાગ્યાથી દેશભરમાં મતદાન શરૂ થયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જો કે, જે મતદારો સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાન(CM Bhupendra Patel voted) મથક પર પહોંચી ગયા હશે તેમને ત્યાં સુધી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.

Advertisement

ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શિલજની પ્રાથમિક શાળામાં આજે મતદાન કર્યુ હતુ,ભુપેન્દ્ર પટેલની સાથે અનેક ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે.

Advertisement

Advertisement

આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ મતદાન કરવા માટે વ્હીલ ચેરમાં અમદાવાદના મતદાન મથક પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.

Advertisement

9.50 AM સુધીમાં થયું આટલું મતદાન
અમદાવાદ પૂર્વ 8.03%, અમદાવાદ પશ્ચિમ 7.23%, અમરેલી 9.13%, આણંદ 10.35%, બારડોલી 11.54%, ભરૂચ 10.78%, બનાસકાંઠા 12.28% ,ભાવનગર 9.20%, છોટા ઉદેપુર 10.27%, દાહોદ 10.94%, ગાંધીનગર 10.31%, જામનગર 8.55%, જૂનાગઢ 9.05%, ખેડા બેઠક 10.20%,કચ્છ બેઠક 8.79%, મહેસાણા 10.14%, નવસારી 9.15%, પોરબંદર 7.84%, પંચમહાલ 9.16%, પાટણ 10.42%, રાજકોટ 9.77%, સાબરકાંઠા 11.43%, સુરેન્દ્રનગર 9.43%, વડોદરા 10.64%, વલસાડ 11.65%

મતદાન બાદ ભુપેન્દ્ર પટેલે કહ્યું છે કે, ‘મતદાન આપણો અધિકાર છે. દરેકે મતદાન કરવું જોઈએ. નવા ભારતના નિર્માણ માટે દરેકે મતદાનની ફરજ નિભાવવી જોઈએ.’

Tags :
Advertisement
Advertisement