For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હાર્ટએટેક સામે જિંદગીની જંગ હાર્યો 17 વર્ષનો યુવક- મહેસાણામાં ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત

04:29 PM Dec 13, 2023 IST | Dhruvi Patel
હાર્ટએટેક સામે જિંદગીની જંગ હાર્યો 17 વર્ષનો યુવક  મહેસાણામાં ધોરણ 12ના વિદ્યાર્થીનું મોત

Youth dies of heart attack in Mehsana: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો નોધાય રહ્યો છે. તેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.

Advertisement

કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવ સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના મહેસાણામાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, મહેસાણાના બહુચરાજીના મંડાલી ગામે 17 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. ધોરણ-12 માં અભ્યાસ કરતાં સેધાભાઈ રબારી નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. રાતે સુતો હતો ત્યારે અચાનક એટેક આવ્યો હતો. નાના ગામમાં યુવાનને એટેક આવતાં લોકોમાં શોકની લાગણી જોવા મળી હતી.

Advertisement

અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ સુરતમાંથી 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સુરતના અમરોલી છાપરાભાઠા માં રહેતો 23 વર્ષીય સાહિલ રાઠોડ પોતાના પરિવાર સાથે રહે છે અને એક વર્ષ પહેલા સાહિલ ના લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષ બાદ તેમણે સંતાનમાં એક બાળક છે. રાત્રે પરિવાર સાથે ઘરે હતો તે દરમ્યાન અચાનક જ છાતીમાં દુઃખવાની ફરિયાદ સાથે બેભાન થઈ ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડાતા તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. સાહિલ નું મોત હાર્ટ એટેક થી થયું હોવાની આશંકા ડોક્ટરે વ્યક્ત કરી હતી.

બીજા કેસ મા પાંડેસરા વિસ્તારમાં રહેતા અને કલરકામ કરતા 38 વર્ષીય સંજય સહાનીને રાત્રે છાતીમાં દુખાવો થયો હતો ત્યારબાદ તેમને તાત્કાલિક મિત્રો દ્વારા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. તેમાં ઓન ડોક્ટરે હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરી હતી.

Advertisement

ત્રીજી ઘટનામાં સુરતના મોટા વરાછા માં રહેતા અને ઝીંગા તળાવના સુપરવાઈઝર નું કામ કરતા 45 વર્ષીય મહેશ ખોખર જ્યારે ઓલપાડ ના તેના ગામ ખાતે તળાવ પર હતા તે દરમ્યાન નાકમાંથી લોહી નીકળ્યું હતું અને ત્યાંજ બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને પણ ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. તેમનું મોત પણ હાર્ટ એટેક થી થયું હોવાની આશંકા ડોક્ટરે વ્યક્ત કરી હતી. આમ સતત વધતા હાર્ટ એટેકના કેસ વચ્ચે ત્રણ લોકો ને હાર્ટ એટેક આવ્યા ના કારણે મોત થયા ની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ત્રણેય લાશોને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેમાં મોતનું સાચું કારણ પી એમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.

Tags :
Advertisement
Advertisement