For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન, તેમજ મિઝોરમની 40 બેઠકો મતદાન શરૂ- 60 હજાર સુરક્ષા જવાનો તૈનાત

10:15 AM Nov 07, 2023 IST | Chandresh
છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન  તેમજ મિઝોરમની 40 બેઠકો મતદાન શરૂ  60 હજાર સુરક્ષા જવાનો તૈનાત

chhattisgarh assembly election 2023: છત્તીસગઢ અને મિઝોરમમાં આજે મતદાન ચાલી રહ્યું છે. એક તરફ પ્રથમ તબક્કામાં છત્તીસગઢની 20 સીટો પર મતદાન થવાનું છે તો બીજી તરફ મિઝોરમની તમામ 40 સીટો પર મતદાન થવાનું છે. છત્તીસગઢમાં એવી ઘણી બેઠકો છે જે નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. પ્રથમ તબક્કામાં મતદાનને (chhattisgarh assembly election 2023) સફળ બનાવવાની જવાબદારી 25,429 ચૂંટણી કર્મચારીઓને આપવામાં આવી છે.

Advertisement

Advertisement

19 બેઠકો પર કોંગ્રેસનો કબજો
છત્તીસગઢમાં મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોન્ટાની 10 સીટો પર સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે. બાકીની 10 બેઠકો ખૈરાગઢ, ડોંગરગઢ, રાજનાંદગાંવ, ડોંગરગાંવ, ખુજ્જી, પંડારિયા, કવર્ધા, બસ્તર, જગદલપુર અને ચિત્રકોટમાં સવારે 8 વાગ્યે મતદાન શરૂ થવાનો અને સાંજે 5 વાગ્યા સુધી ચાલવાનું છે. જે 20 બેઠકો પર મતદાન થવાનું છે તેમાંથી 19 પર કોંગ્રેસનો કબજો છે. જેમાં પાર્ટીએ પેટાચૂંટણીમાં આ 19માંથી બે બેઠકો જીતી લીધી હતી

Advertisement

223 ઉમેદવારો રાજકીય મેદાનમાં
પ્રથમ તબક્કામાં 223 ઉમેદવારો રાજકીય મેદાનમાં ઉતરી ગયા છે, જેમાંથી 25 મહિલાઓ છે. આ તબક્કામાં રાજ્યના 40 લાખ 78 હજાર 681 મતદારો મતદાન કરવા જઈ રહ્યા છે. જેમાં 19 લાખ 93 હજાર 937 પુરૂષો અને 20 લાખ 84 હજાર 675 મહિલાઓ મતદાતાઓ છે. તેમજ 69 થર્ડ જેન્ડર પણ મતદાન કરશે. જેમાં પ્રથમ તબક્કામાં 5,304 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં 25 હજારથી વધુ ચૂંટણી કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા છે. 5,304 મતદાન મથકોમાંથી 2,431 પર વેબ કાસ્ટિંગની સુવિધા કરવામાં આવી છે.

Advertisement

હેલિકોપ્ટર દ્વારા મતદાન ટીમો મોકલાઈ
સુકમા, બીજાપુર, દંતેવાડા, કાંકેર અને નારાયણપુર જિલ્લામાં 156 મતદાન મથક પર હેલિકોપ્ટર દ્વારા મતદાન ટીમો મોકલવામાં આવી રહી છે. બાકીના જિલ્લાઓમાં 5,148 પોલિંગ બૂથો બસો દ્વારા મોકલવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, નક્સલ પ્રભાવિત બસ્તર ડિવિઝનના 12 વિધાનસભા મતવિસ્તારોમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના 40 હજાર સહિત કુલ 60 હજાર સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ 20 બેઠકોમાંથી 12 અનુસૂચિત જનજાતિ માટે અને એક અનુસૂચિત જાતિ માટે અનામત છે. સૌથી વધુ ઉમેદવારો 29 રાજનાંદગાંવ મતવિસ્તારમાં છે જ્યારે સૌથી ઓછા 7-7 ચિત્રકૂટ અને દંતેવાડા બેઠકો પર છે.

Tags :
Advertisement
Advertisement