For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ચૂંટણી પહેલા જ ગુજરાત–મધ્યપ્રદેશ બોર્ડર પર, ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી ઝડપાઇ બિનવારસી હાલતમાં રોકડ અને ચાંદી

11:48 AM Apr 07, 2024 IST | Chandresh
ચૂંટણી પહેલા જ ગુજરાત–મધ્યપ્રદેશ બોર્ડર પર  ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી ઝડપાઇ બિનવારસી હાલતમાં રોકડ અને ચાંદી

Madhya Pradesh news: મધ્યપ્રદેશ બોર્ડર ઉપરથી એક કરોડથી વધુ રોકડ અને ચાંદીનો જથ્થો પકડાયો છે. પીટોલ બોર્ડર ઉપરથી ઇન્દોરથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાથી બીન વારસી હાલતમા રોકડ રકમ અને ચાંદી મળી આવ્યું છે. પીટોલ બોર્ડર ઉપર ચેકીંગ દરમ્યાન રાહુલ ટ્રાવેલ્સમાથી થેલામા ભરેલ બીન વારસી માલ મળી આવ્યો છે. જેને લઇ મધ્ય પ્રદેશ (Madhya Pradesh news) પોલીસએ કાયદેસરની કાર્યવાહી કરી રહ્યું છે. લોકસભા ચુંટણીને લઈ પોલીસ અને એસઆઇટી દ્વારા મુદ્દામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

રોકડ રકમની હેરાફેરી પર નજર
લોકસભાની ચૂંટણીને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જળવાઇ રહે તે માટે પ્રશાસન દ્વારા કડક ચેકિંગ પણ કરવામાં આવી રહ્યુ છે અને રોકડ રકમની હેરાફેરી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા આ દિવસોમાં સરહદી વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ અભિયાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્ય પ્રદેશની પીટોલ બોર્ડર ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક બસમાંથી એક કરોડ ઉપરાંતની રોકડ રકમ તેમજ ચાંદી જપ્ત કરવામાં અઆવ્યું છે.

Advertisement

Advertisement

બસ ચાલકનું નિવેદન લેવાયું
ઝાબુંવા જિલ્લાના પીટોલ બોર્ડર પરથી રાત્રે એસએસટી તેમજ એફએસટીની ટીમોએ સ્થાનિક પોલીસની સાથે મળી ઉજ્જૈન પાસિંગની રાહુલ ટ્રાવેલ્સની બસની તપાસ કરતા ચોકી ગયા હતા. બસની ડીકીમાં મુકેલી એક બેગમાંથી બિનવારસી એક કરોડની રોકડ રકમ અને ચાંદીનો મોટો જથ્થો મળી આવ્યું છે. આ બસ ગુજરાત રાજ્યના રાજકોટ તરફ આવી રહી હતી.

બસમાં સવાર મુસાફરો તેમજ બસના ચાલક તેમજ ક્લીનરની પૂછપરછ કરતા કોઈએ પણ આ બેગ માલિકી દર્શાવી નથી. જો કે વધુ તપાસ કર્યા પછી પોલીસે રોકડ અને ચાંદીનો જથ્થો જપ્ત કરી બસના ચાલક તેમજ ક્લીનરનો નિવેદનો લઈ બસને આગળ રવાના કરી દેવામાં આવ્યી હતી. અને બસના માલિકને નોટિસ મોકલી તેને બોલાવવામાં આવ્યો છે.

Advertisement

રોકડ રકમ કોની હતી
લોકસભા ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે. અને આચાર સંહિતા પણ લાગુ કરવામાં આવી છે ત્યારે આટલી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવતા ચુંટણી પંચ દ્વારા પણ તેની તપાસ કરવામાં આવશે તેમજ કાળુનાણુ હશે તો તેને જપ્ત કરી વધુ કાર્યવાહી પણ કરવામાં આવશે.આ રકમ કોની છે અને કયા કારણોસર લઇ જવામાં આવતી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

Tags :
Advertisement
Advertisement