For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ત્રણ પાનાની ધ્રુજાવી દેતી સુસાઈડ નોટ લખી ભરૂચ GIDC માં કામ કરતાં યુવાનને જીવન ટુંકાવ્યું, માતા-પિતાનું હૈયાફાટ રુદન; જાણો સમગ્ર ઘટના

12:44 PM Apr 15, 2024 IST | Drashti Parmar
ત્રણ પાનાની ધ્રુજાવી દેતી સુસાઈડ નોટ લખી ભરૂચ gidc માં કામ કરતાં યુવાનને જીવન ટુંકાવ્યું  માતા પિતાનું હૈયાફાટ રુદન  જાણો સમગ્ર ઘટના

Bharuch Suicide News: ભરૂચની વિલાયત GIDCમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં કામદારે જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળી રહ્યું છે કે કામદારે અધિકારીના ટોર્ચરથી કંપનીના કેન્ટીના પાછળના ભાગના રૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. હાલ ભરૂચ(Bharuch Suicide News) પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

ભરૂચ GIDCમાં ફરી એકવાર અધિકારીઓના ત્રાસથી કામદારે જીવન ટૂંકાવી લીધું છે. ભરૂચ જીલ્લાના તવરા ગામના રાજેશ ગોહિલ નામક કામદારે ત્રણ પાનની સુસાઇડ નોટ લખી જીવનનો અંત આણ્યો હતો. રાજેશ ગોહિલે કંપનીમાં થઈ રહેલા કામદાર સાથેના વ્યવહારની પોલ ખોલતી ત્રણ પાનની સુસાઇડ નોટ લખી છે. બિરલા ગ્રાસીમ સેલ્યુલોઝ ફાઈબર કંપનીના મેનેજમેન્ટ દ્વારા ટોર્ચર કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરી રાજેશે કંપનીમાં જ આપઘાત કરી લીધો હતો. બિરલા ગ્રાસીમ સેલ્યુલોઝ ફાઈબરમાં મંજીત નામના અધિકારીના ટોર્ચરને લઇને રાજેશે આપઘાતનું પગલું ભર્યું હતું.

Advertisement

મળતી માહિતી અનુસાર રાજેશ ગોહિલ જનરલ સિફ્ટમાં કામ કરતો હતો. જ્યાં કામની બાબતમાં રાજેશ ગોહિલને અધિકારી દ્વારા ટોર્ચર કરવામાં આવતો હોવાનું સુસાઇડ નોટમાંથી જાણવા મળ્યું છે. ત્યારે ગતરોજ મોડે સુધી રોકાય રાજેશે જીવનલીલા ટૂંકાવી દીધી હતી. ભરૂચ જીલ્લા પોલીસનો કાફલો મધરાતથી ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Tags :
Advertisement
Advertisement