For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતના મોલમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું, પોલીસે રેઈડ પાડતા મહિલાઓ એવી હાલતમાં હતી કે...

02:17 PM Jun 12, 2024 IST | Drashti Parmar
સુરતના મોલમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું  પોલીસે રેઈડ પાડતા મહિલાઓ એવી હાલતમાં હતી કે

Surat Sex Racket News: અલથાણ પોલીસે મોલમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારના બમરોલી રોડ પર સિદ્ધિ વિનાયક પ્લેટીનિયમ મોલના ત્રીજા માળે આવેલી દુકાનમાં કુટણખાનુ ધમધમી રહ્યું હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. દુકાનની આડમાં ચાલતા આ કુટણખાના(Surat Sex Racket News) પર પોલીસે રેઈડ પાડીને 4 મહિલાઓને મુક્ત કરાવી હતી અને મહિલા સહિત બે સંચાલકોની ધરપકડ કરી ફરિયાદ નોંધી હતી.

Advertisement

મળતી માહિતી પાંડેસરા કૈલાશ ચોકડીથી અલથાણ તરફ જતા રોડ પર અનુસાર સિદ્ધિ વિનાયક પ્લેટીનિયમ મોલના ત્રીજા માળે નિલુબેન નામની મહીલા તથા લોહિત યાદવ દુકાનમાં કેટલીક મહિલાઓને દેહવ્યાપાર માટે બોલાવી કુટણખાનું ચલાવતા હોવાની બાતમી પોલીસને મળી હતી.

Advertisement

પોલીસે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી રેડ કરી બે સંચાલકોની ધરપકડ કરી છે. પકડાયેલી 4 મહિલાઓને પોલીસે મુક્ત કરી હતી. આ મામલે ACP ઝેડ આર દેસાઈએ તપાસ દરમિયાન મળેલી માહિતી જણાવતા કહ્યું હતું કે સિદ્ધિ વિનાયક પ્લેટીનિયમ મોલમાં બંને આરોપીઓએ પરેશ કનૈયારલાલ શાહ પાસેથી આ મોલની દુકાન ભાડે રાખી હતી અને બંને પાર્ટનરશીપમાં કુટણખાનું ચલાવતા હતા.

Advertisement

આરોપીઓ ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને શરીર સુખ માણવાની સવલતો પુરી પાડવામાં આવતી હતી  દુકાનમાં નાની-નાની રૂમ બનાવીને અહીં દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો. હાલ બંને આરોપીઓની ધરપકડ કરીને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement