For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ પર બમ્પર ભરતી; મળશે 1,20,000 પગાર, જાણો છેલ્લી તારીખ

06:57 PM Jun 22, 2024 IST | V D
ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ પર બમ્પર ભરતી  મળશે 1 20 000 પગાર  જાણો છેલ્લી તારીખ

NIA Recruitment 2024: જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કારણકે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ખાલી જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ ખાલી જગ્યા હેઠળ સબ ઈન્સ્પેક્ટર અને ઈન્સ્પેક્ટરની જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે. જેમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર(NIA Recruitment 2024) વેબસાઇટ nia.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 114 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

Advertisement

ખાલી જગ્યાઓની વિગતો
પોસ્ટ્સની સંખ્યા
ઇન્સ્પેકટરની જગ્યાઓની સંખ્યા – 50
સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓની સંખ્યા- 64
કુલ પોસ્ટની સંખ્યા: 114

Advertisement

ઉંમર મર્યાદા
આ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા 56 વર્ષથી ઓછી હોવી જોઈએ.

Advertisement

શૈક્ષણિક લાયકાત
સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટે માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી ફરજિયાત છે. આ સાથે ઉમેદવારો પાસેથી અનુભવની પણ માંગણી કરવામાં આવી છે.

આ રીતે થશે પસંદગી
ઉમેદવારોની પસંદગી મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે.

Advertisement

અહીં જુઓ નોટિફિકેશન અને અરજી લિંક
NIA Recruitment 2024 Notification
NIA Recruitment 2024 અરજી કરવા માટેની લિંક

Tags :
Advertisement
Advertisement