Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

રસ્તાની વચ્ચે આખલો ગુસ્સે થયો, બાઈક સવારને ફૂટબોલની જેમ ઉછાળ્યો- જુઓ LIVE વિડીયો

05:35 PM Apr 06, 2024 IST | Chandresh
xr:d:DAFxtF-qjCc:1954,j:1006978532854706703,t:24040611

Road Accident Video: રસ્તા પર અકસ્માતો સામાન્ય બાબત છે. અકસ્માતોને  લગતી ઘટનાઓ દરરોજ સામે આવતી હોય છે. ઘણી વખત અકસ્માતો એટલા ભયાનક હોય છે કે જોનારનું હૃદય પણ કંપી ઉઠે છે. ઘણી વખત અન્યના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. રસ્તા પર ચાલતા રખડતા પશુઓ પણ ક્યારેક દર્દનાક અકસ્માતનું (Road Accident Video) કારણ બની જાય છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બાઇક સવાર વ્યક્તિ બળદના કારણે અકસ્માતનો શિકાર બન્યો હતો. હૃદયદ્રાવક ઘટના બેંગલુરુના મહાલક્ષ્મી લેઆઉટની છે.

Advertisement

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકાય છે કે રસ્તા પર બાઈક લઈને જતા યુવકને બળદ ની સાથે ટક્કર થતા તેનું મોત થતા રહી ગયું છે. કારણકે આ ટક્કરમાં આ યુવક સામેથી આવી રહેલા ટ્રકની નીચે આવી ગયો હતો. પરંતુ છેલ્લી ઘડીએ ટ્રક ચાલકે બ્રેક મારતા આ યુવક નું માથું ટ્રકમાં આવતા બચી ગયું હતું. જેના કારણે યુવકનો જીવ બચી ગયો હતો. આ વાયરલ વીડિયોને @Madrassan_Pinky દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

Advertisement

યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, "બેંગલુરુના મહાલક્ષ્મી લેઆઉટમાં આખલા સાથે અથડાયા બાદ બાઇક સવાર નીચે પડી ગયો. તે નીચે પડતાની સાથે જ ટ્રક ચાલકે તેને તરત જ અટકાવી દીધો. તે સદ્ભાગ્ય છે કે તે વ્યક્તિ બચી ગયો." આ વીડિયો મુકતાની સાથે જ 7 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે.

યુઝર્સે વીડિયો જોયા બાદ આવી પ્રતિક્રિયા આપી હતી
આ વીડિયોને જોઈને યુઝર્સ ઉગ્રતાથી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "રખડતા પ્રાણીઓના કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે." અન્ય એક યુઝરે લખ્યું કે, મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

Advertisement

Advertisement
Tags :
Next Article