For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કચ્છમાં BSFને મળી મોટી સફળતા! સરક્રિકમાંથી ઝડપાયું 150 કરોડનું ડ્રગ્સ

05:47 PM Jun 20, 2024 IST | V D
કચ્છમાં bsfને મળી મોટી સફળતા  સરક્રિકમાંથી ઝડપાયું 150 કરોડનું ડ્રગ્સ

Kutch Drugs News: ગુજરાતમાં દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ સતત વધતી જ જઈ રહી છે. અવારનવાર મળી આવતા ડ્રગ્સના પેકેટ દર્શાવે છે કે, ગુજરાતમાં આવા માદક પદાર્થની ફેરફેર વધી રહી છે. આ સાથે કચ્છના દરિયાઈ સીમામાંથી માદક દ્રવ્યોનો જથ્થો મળી(Kutch Drugs News) આવવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. આજે સવારે BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા છે.

Advertisement

ડ્રગ્સના પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા
BSFના જવાનોને ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક સપ્તાહમાં BSFએ 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. ઉપરાંત BSFના જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ જ છે અને હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પૅકેટ મળી આવવાની સંભાવના છે.

Advertisement

સુરક્ષા એજન્સીઓ છેલ્લા 12 દિવસથી સતત પેટ્રોલિંગ કરી રહી છે
હાલમાં દરિયામાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ફેંકી દેવાયેલ ડ્રગ્સના પકેટો મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમામાંથી મળી આવે છે. આ સાથે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ છેલ્લા 12 દિવસથી સતત પેટ્રોલિંગ કરી રહી છે અને કચ્છના જુદા જુદા દરિયાકાંઠા પરથી આ ડ્રગ્સ મળી આવી રહ્યું છે. આજે મળેલા ડ્રગ્સના જથ્થા અંગે BSF દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

તેજ પવનના કારણે ડ્રોન ઉડાવી શક્તા નથી
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, મોટાભાગનું ડ્રગ્સ પાકિસ્તાન તરફથી આવે છે. પાકિસ્તાનાં ડ્રગ્સ માફિયાઓ માછીમારોની બોટમાં પેડલરો મારફતે ડ્રગ્સ મોકલતા હોય છે. ઘણીવાર ગુજરાતનાં દરિયા કિનારે પહોંચતા પહેલા જ કોસ્ટગાર્ડ કે અન્ય એજન્સી દ્વારા આ પ્રકારની બોટને કબજે કરી લેવામાં આવતી હોય છે. કચ્છનો દરિયાકાંઠો વિશાળ છે અને તેજ પવનના કારણે ડ્રોન ઉડાવી શક્તા નથી. આવા સંજોગોમાં એજન્સીઓ વચ્ચેનું સંકલન મજબૂત છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement