For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

Jeep Meridian માટે બુકિંગ શરુ, શું ખાસ છે આ નવી SUVમાં - અહી ક્લિક કરી જાણો તમામ ફીચર્સ

05:11 PM May 05, 2022 IST | Sanju
jeep meridian માટે બુકિંગ શરુ  શું ખાસ છે આ નવી suvમાં   અહી ક્લિક કરી જાણો તમામ ફીચર્સ

જીપ ઈન્ડિયાએ મંગળવારે તેની આગામી SUV મેરિડિયન માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના રંજનગાંવ સ્થિત કંપનીના પ્લાન્ટમાં તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. જીપ ઈન્ડિયા એ ઓટોમોટિવ સમૂહ સ્ટલાન્ટિસનો એક ભાગ છે. કંપનીએ કહ્યું કે, ગ્રાહકો જીપ ઈન્ડિયા ડીલરશીપ નેટવર્ક પર અથવા કંપનીની વેબસાઈટ દ્વારા 50,000 રૂપિયાની ડાઉન પેમેન્ટ સાથે મેરિડીયન બુક કરાવી શકે છે. વાહનનો પુરવઠો જૂનમાં શરૂ થશે.

Advertisement

જીપ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તેણે ટાટા મોટર્સ સાથે સ્થાપિત સંયુક્ત સાહસના ઉત્પાદન પ્લાન્ટમાં મેરિડીયનનું ઉત્પાદન શરૂ કર્યું છે. મેરિડીયનમાં સાત સીટ છે અને SUV 2-લિટર ટર્બો ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે. છ-સ્પીડ મેન્યુઅલ અને નવ-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ ટ્રાન્સમિશન વિકલ્પો છે.

Advertisement

Stlantis India CEO અને મેનેજિંગ ડિરેક્ટર રોલેન્ડ બૌચરાએ જણાવ્યું હતું કે 2021 પછી જીપ દ્વારા ભારતમાં ઉત્પાદિત મેરિડિયન ત્રીજું નવું મોડલ છે. તેણે કહ્યું કે તેને ગ્રાહકોની જરૂરિયાતો અને ભારતીય રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

Advertisement

ફીચર્સ વિશે વાત કરીએ તો નવી જીપ મેરીડીયનમાં કંપાસ જેવી જ ફીચર્સ હશે. આ સિવાય તેમાં 60+ સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવશે. તેમાં તમામ વેરિયન્ટ્સમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સનો પણ સમાવેશ થાય છે. 7-સીટર SUV ભારતમાં આ વર્ષે જૂનમાં લોન્ચ થશે અને તેની ડિલિવરી પણ આ જ મહિનામાં શરૂ થશે. નવી જીપ મેરિડીયન ભારતીય બજારમાં પહેલાથી જ અસ્તિત્વમાં છે તે ટોયોટા ફોર્ચ્યુનર, એમજી ગ્લોસ્ટર અને સ્કોડા કોડિયાક જેવી એસયુવી સાથે સ્પર્ધા કરે તેવી અપેક્ષા છે.

Stlantis India CEO અને મેનેજિંગ ડિરેક્ટર રોલેન્ડ બૌચરાએ જણાવ્યું હતું કે, 2021 પછી ભારતમાં જીપ દ્વારા ઉત્પાદિત મેરિડીયન ત્રીજું નવું મોડલ છે. તેણે કહ્યું કે, તેને ગ્રાહકોની જરૂરિયાતો અને ભારતીય રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. જીપ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, આ વાહન જૂથના SW આર્કિટેક્ચર પર આધારિત છે અને વૈશ્વિક સ્તરે લોકપ્રિય ગ્રાન્ડ ચેરોકીથી પ્રેરિત છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement