For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

11 મહિનામાં ત્રીજી વખત માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો SRK- ફિલ્મ 'ડંકી'ની સફળતા માટે કરી પ્રાથના

05:22 PM Dec 12, 2023 IST | Dhruvi Patel
11 મહિનામાં ત્રીજી વખત માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો srk  ફિલ્મ  ડંકી ની સફળતા માટે કરી પ્રાથના

Shah Rukh Khan At Vaishno Devi Before Dunki Release: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને વર્ષ 2023માં સિનેમાને બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. શાહરૂખ ખાન વૈષ્ણો દેવીના દર્શન કરવા કટરા પહોંચ્યો હતો. અભિનેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે તેના મેનેજર અને બોડીગાર્ડ સાથે જોવા મળી રહ્યો છે. શાહરૂખ તેની ફિલ્મો જવાન અને પઠાણની રિલીઝ પહેલા જ વૈષ્ણોદેવીની મુલાકાતે(Shah Rukh Khan At Vaishno Devi Before Dunki Release) ગયો હતો. ત્યારે આ વર્ષના અંતે શાહરૂખ બીજી મોસ્ટ અવેટેડ ફિલ્મ આવી રહી છે. તેની આગામી ફિલ્મ 'ડંકી' થોડા દિવસોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મ રીલિઝ પહેલા અભિનેતા વૈષ્ણો દેવીના દર્શન કરવા પહોંચ્યા છે.

Advertisement

વૈષ્ણો દેવીના દર્શન કરવા પહોંચ્યો Shah Rukh Khan

શાહરૂખ ખાન 12મી ડિસેમ્બરની સવારે વૈષ્ણો દેવી મંદિરમાં જોવા મળ્યો હતો. જમ્મુ-કાશ્મીરના કટરાથી શાહરૂખનો એક વીડિયો સામે આવ્યો છે.(Shah Rukh Khan At Vaishno Devi Before Dunki Release) પીટીઆઈના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલી ક્લિપમાં શાહરૂખ તેના બોડીગાર્ડ સાથે વૈષ્ણો દેવીના દર્શન કરવા જતા જોવા મળ્યો હતો. આ દરમિયાન શાહરૂખની મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી હતી. વીડિયોમાં એક્ટર બ્લેક હૂડીમાં પોતાનો ચહેરો ઢાંકતો જોવા મળે છે.

Advertisement

Advertisement

Shah Rukh Khan પઠાણ અને જવાન પહેલા પણ ગયો હતો વૈષ્ણોદેવી મંદિર

શાહરૂખ ખાન(Shah Rukh Khan)ની ફિલ્મ પઠાણઆ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. પઠાણ ની રિલીઝ પહેલાં, અભિનેતા માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયો હતો. શાહરૂખ ખાનની જવાન સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ પહેલા જ શાહરૂખે માતા વૈષ્ણો દેવીના આશીર્વાદ લીધા હતા. આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. હવે જોવાનું એ રહેશે કે બોક્સ ઓફિસ પર ડંકીનું શું થાય છે.

ક્યારે રિલીઝ થશે ડંકી?

ચાલો તમને જણાવીએ કે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ડંકી 21 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Advertisement

Tags :
Advertisement
Advertisement