Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

વડોદરા/ ઓનીરો લાઇફ કેર કંપનીના પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં બ્લાસ્ટ, 3 કામદારો જીવતાં ભડથું- ઓમ શાંતિ

12:08 PM Feb 01, 2024 IST | V D

Blast at the company's plant in Vadodara: વડોદરામાં બુધવારે એક દવા ફેક્ટરીમાં ગેસ લીક થવાના કારણે બ્લાસ્ટની(Blast at the company's plant in Vadodara) ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયા છે, જ્યારે એક અન્ય શ્રમિક ઈજાગ્રસ્ત થયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામમાં સ્થિત ફેક્ટરીમાં અંદાજિત બે વાગ્યે ગેસ પાઈપથી લીકના કારણે વિસ્ફોટ થઈ ગયો. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધડાકો થતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

Advertisement

એક કામદાર ગંભીર ઇજાગ્રસ્ત
સમગ્ર ઘટના બનતા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતાં અને પોલીસ તેમજ 108ને જાણ કરાતા પાદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ બ્લાસ્ટમાં 4 કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 108 મારફતે સારવાર અર્થે વડોદરાની ઝાયડસ હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા હતાં. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં ત્રણ કામદારોના મોત નિપજ્યા છે. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક કામદારની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ફેક્ટરીમાં કયા સમયે થયો બ્લાસ્ટ?
પાદરાના પોલીસ ઈન્સ્પેક્ટર એલબી તડવીના અનુસાર, ફેક્ટરીમાં બપોરે અંદાજિત બે વાગ્યે બ્લાસ્ટ થયો. ત્યારે ચાર કર્મચારી હાજર હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. બાદમાં ઘટનાની 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઈ હતી. જેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Advertisement

સેફટી અંગે ચર્ચા
વડોદરા શહેર અને જિલ્લામાં વારંવાર બ્લાસ્ટ થવાના અનેક બનાવો બનતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની સતર્કતા અભાવને કારણે આ નિર્દોષ લોકો મોતને ભેટતા હોય છે. એટલું જ નહીં પરંતુ આજે પાદરા નજીક બનેલી ઘટનામાં પણ આ કંપનીમાં સેફ્ટીના કેટલા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં જે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે. પરંતુ સ્થાનિક લોકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે તંત્ર તાતી તપાસ કરે તેવી લોકમાં ગોઠવા પામી છે.

મૃતકોના નામ
ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ દુર્ઘટનામાં માર્યાં ગયેલા કામદારોમાં (૧). ઠાકોરભાઈ રાવજીભાઈ પરમાર (૨). નરેન્દ્રસિંહ કનુભાઇ સોલંકી અને
(૩).રમેશભાઈ ગણપતભાઈ પઢીયારનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Next Article