For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સી.આર.પાટીલના નવસારીમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ, વોટસએપ ગ્રુપમાં ફરતા થયેલા વિડિયોએ ચર્ચા જગાવી

10:38 AM May 09, 2022 IST | Mishan Jalodara
સી આર પાટીલના નવસારીમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ  વોટસએપ ગ્રુપમાં ફરતા થયેલા વિડિયોએ ચર્ચા જગાવી

ગુજરાત(Gujarat): નવસારી(Navsari) વિજલપોર(Vijalpor) નગરપાલિકામાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી જવા પામ્યો છે. ભાજપ(BJP)ના પાયાના કાર્યકરોનો આરોપ છે કે પાર્ટી વિરૂદ્ધ કામ કરનારાઓને મોટા મોટા હોદ્દા આપી દીધા છે જ્યારે જૂના અને વફાદાર કાર્યકરો ને સાઈડ લાઈન કરવામાં આવ્યા છે.

Advertisement

પક્ષ વિરૂદ્ધ કામ કરનારને મોટા હોદ્દા અને કાર્યકરોને સાઈડલાઈન કર્યા:
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, નવસારી નગપાલિકાના વોર્ડ નંબર 13 કે જે દશેરા ટેકરી નામનું ગ્રુપ છે એમાં એક કાર્યકરે ગ્રુપમાં ભાજપ અધ્યક્ષને અનુલક્ષીને પોતાની ભડાસ કાઢીને 2017માં ધારાસભ્ય પિયુષ દેસાઈની સામે નારેબાજી કરનારાનો વિડીયો વાયરલ કર્યો છે. જેમાં કાર્યકરે લખ્યું છે કે, 2017ની ચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધ કામ  કરનારા આજે મોટા હોદ્દા પર છે જ્યારે પાયાના કાર્યકરોને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે.

Advertisement

વધુમાં કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું છે કે, જ્યારથી નવસારી વિજલપોર નગરપાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરી છે ત્યારથી નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને જલાલપોરના ધારાસભ્ય આર સી પટેલ વચ્ચે હોદ્દાને લઇને ખેંચતાણ ચાલતી હતી અને આ જૂથવાદ હવે આખા નવસારી ભાજપમાં ઘર કરી ગયો છે.

Advertisement

ત્રિશૂલ ન્યુઝ સાથે વાતચીતમાં જાણો શું કહ્યું 2 નગરસેવકોએ:
નવસારી વિજલપોર પાલિકાના નગરસેવકોમાં છેલ્લા ઘણા સમયથી પાલિકા પ્રમુખ જીગીશ શાહના તાનાશાહ ને લઈને નારાજગી છે. ભાજપ શાસિત પાલિકામાં ભાજપ જ નગરસેવકોના કામો થતા નથી એવી ચર્ચાઓ ભૂતકાળમાં થવા પામી હતી. ત્રિશૂલ ન્યુઝ સાથે વાતચીત દરમિયાન નામ ન આપવાની શરતે 2 નગરસેવકોએ જણાવ્યું હતું કે, પાલિકા હાલમાં ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોય એમ પાલિકા પ્રમુખ ડિપી અને ટીપીના પ્લાનમાંથી ઊંચા આવતા નથી. નવસારીમાં ઠેર ઠેર રોડ રસ્તા અને ગટરના પ્રશ્નો યથાવત છે.

લોકોમાં ચાલતી ચર્ચા મુજબ નવસારી નગપાલિકામાં ભાજપમાં 3 ગ્રુપ પડી ગયા છે. એક જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ, ધારાસભ્યો પિયુષ દેસાઈ અને ધારાસભ્ય આર સી પટેલ. ભાજપમાં ચાલતા જૂથવાદના કારણે પ્રજાના કામો અટવાઈ રહ્યા છે.

Advertisement

બીજી તરફ નગરપાલિકા માં પણ ‘શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી’ જેવી પરિસ્થતિ નું નિર્માણ થઇ જવા પામ્યું છે. પાલિકા પ્રમુખ , સ્થાયી સમિતિ ચેરમેન, બાંધકામ ચેરમેન સહિત અન્ય ખાતાના ચેરમેનો નીતિવિષયક આયોજન કરવાને બદલે જૂથવાદમાં રચ્યા પચ્યા હોય એવી ચર્ચાઓ આમ જનતા અને ભાજપના કાર્યકરો માં થઈ રહી છે.

નવસારીમાં ચાલતા જૂથવાદ ના કારણે ભાજપના પાયાના કાર્યકરો હવે પોતાની ભડાસ સોશિયલ મીડિયામાં કાઢી રહ્યા છે. ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ નવસારીના સાંસદ છે ત્યારે એમના હોમ ગ્રાઉન્ડ માં ચાલતા જૂથવાદ નહી અટકાવે તો ચૂંટણી સમયે આનું ગંભીર પરિણામ ભોગવવું પડે તો નવાઈ નહી રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement