For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ભાજપ નેતાએ જ સેલવાસમાં ઉજવ્યો નિયમોના લીરા ઉડાવતો બર્થ ડે: પોતાના જન્મદિવસે તલવાર વડે કાપી 10-10 કેક, જુઓ વિડીયો

04:59 PM Feb 26, 2024 IST | V D
ભાજપ નેતાએ જ સેલવાસમાં ઉજવ્યો નિયમોના લીરા ઉડાવતો બર્થ ડે  પોતાના જન્મદિવસે તલવાર વડે કાપી 10 10 કેક  જુઓ વિડીયો

BJP Leader: ખબર નહી, પરંતુ આજકાલ લોકોમાં આ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વર્ષગાંઠની(BJP Leader) ઉજવણી જાહેર રસ્તા પર કરવાની, બાઇક કે કાર પર કેક મુકવાની અને પછી તલવારથી કેક કાપવાની.પોલીસ કમિશ્નર અનેક વખત જાહેરમાં બર્થ-ડે નહીં ઉજવવાના જાહેરનામા બહાર પાડી ચૂક્યા છે, અનેક લોકોની ધરપકડ થઇ છે છતા, હઠીલા યુવાનો કાયદાની ઐસી તૈસી કરી રહ્યા છે.ત્યારે આ યુવાનો તો છોડો પરંતુ ભાજપના એક નેતાને પણ તલવાર વડે કેક કાપવાનો ચસ્કો લાગ્યો છે,તે પણ કાયદો ભૂલી તલવારથી કેક કાપ્યા વગર રહી ન શક્યા.

Advertisement

ભાજપના નેતાએ જ તલવારથી કેક કાપી
સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના સેલવાસ નગરપાલિકાના માજી પ્રમુખ અને દાદરા અને નગર- હવેલીના ભાજપના પહેલી હરોળના નેતા રાકેશ ચૌહાણનો જન્મદિવસ હોવાથી તેમને ગઈ રાતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.જેમાં ખુદ કાયદાના રક્ષક જ તેના ભક્ષક બન્યા હતા.આ નેતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો વચ્ચે આ સાથે જ કોઈનો પણ ડર રાખ્યા વગર કેક તલવારથી કાપી હતી.

Advertisement

આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યો
રાકેશભાઈએ તેમના બંગલાની બહાર જાહેરમાં તલવાર વડે કેક કાપતાં વીડિયોમાં દેખાઈ રહ્યા છે, જેમાં એક-બે નહીં, 10થી વધુ કેક દેખાઇ રહી છે. રાકેશભાઇ કેક કાપે છે એ દરમિયાન બેગ્રાઉન્ડમાં 'મારા જિગરજાનને કેક રે ખવડાવો..' જેવું ગુજરાતી સોંગ વાગે છે અને તેમના સમર્થકો તાળીઓ પાડી તેમને વધાવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાહેરનામાનો ભંગ કરતાં ભારે ચર્ચાનો વિષય
એક તરફ, આજે દાદરા અને નગર-હવેલીના સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી આવવાના છે. ત્યારે દાદરા અને નગર-હવેલીના ભાજપના પ્રથમ હરોળના અગ્રણીએ તલવારથી કેક કાપી જાહેરનામાનો ભંગ કરતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement