For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ક્ષત્રિય સમાજ જેનો વિરોધ કરી રહ્યા છે, ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પાસે છે એટલી મિલકત કે, જાણીને તમે દંગ રહી જશો...

06:01 PM Apr 16, 2024 IST | V D
ક્ષત્રિય સમાજ જેનો વિરોધ કરી રહ્યા છે  ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પાસે છે એટલી મિલકત કે  જાણીને તમે દંગ રહી જશો

Parshottam Rupala Sampati: લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. આ વચ્ચે મંગળવારે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ(Parshottam Rupala Sampati) આજે પ્રચંડ જનસભાને સંબોધ્યા બાદ શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. ફોર્મ સાથે પરષોત્તમ રૂપાલાએ સોગંદનામું રજૂ કરીને પોતાની સંપત્તિની માહિતી જાહેર કરી હતી. આ મુજબ તેમને B.SC અને B.ED. સુધીનો અભ્યાસ કર્યો છે.

Advertisement

રૂપાલા અને તેમના પત્ની પાસે કેટલી સંપત્તિ?
ગુજરાત રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવા પરશોત્તમ રુપાલા એ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જો કે ઉમેદવારી નોંધવતા પહેલા તેમણે રાજકોટમાં રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા કહ્યું હતુ. જોકે ઉમેદવારી નોંધાવતા હવે પરશોત્તમ રુપાલાનું એફિડેવિટ સામે આવ્યું છે તેમાં તેમની સંપત્તિથી લઈને તમામ વિગતો સામે આવી છે.તમને જણાવી દઈએ કે ઉમેદવારી ભરવા સાથે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલ એફિડેવિટ મુજબ પરશોત્તમ રુપાલા અને તેમની પત્ની બન્ને 18.54 કરોડની સ્થાવર અને જંગમ મિલકતના માલિક છે., જ્યારે SBIના બે ખાતામાંથી એકમાં 5.01 લાખ અને બીજામાં 13.85 લાખ છે. તો તેમના પત્નીના હાથ પર 9.13 લાખની રકમ છે.જ્યારે HDFCના એકાઉન્ટમાં 23.26 લાખ અને બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં 3.64 લાખ રૂપિયા છે.

Advertisement

પત્નીના નામે 5 વીમાં પોલીસી
પરશોત્તમ રુપાલા અને તેમની પત્નીના નામે 5 વીમાં પોલીસી છે વીમા કંપનીમાં કરેલ મૂડી રોકાણ બન્નેનું થઈને 45 લાખથી વધુ છે જેનું પ્રતિ વર્ષનું પ્રમિયમ 15 હજારથી લઈને 58 હજાર સુધીનું છે. આ સાથે રુપાલાના આવકવેરા ખાતાની મૂળ કર કપાત 2 લાખથી વધુ છે જ્યારે તેમની પત્નીની 3લાખ 70 હજારથી વધુની થાપણો છે.

Advertisement

સોના-ચાંદીના દાગીના કેટલા છે?
સોગંદનામા મુજબ પરષોત્તમ રૂપાલા પાસે 45 ગ્રામ સોનું છે. તેની બજાર કિંમત 2.67 છે. 1.95 લાખની કિંમતની 2,958 ગ્રામ ચાંદી છે. ઉપરાંત 4 લાખની કિંમતના 6,163 ગ્રામના રૂપા (ચાંદી)ના વાસણો છે. જ્યારે સ્વરક્ષા માટે વિદેશી બનાવટની 87 હજારના મૂલ્યની બંદૂક છે. જ્યારે તેમના પત્ની પાસે 81.72 લાખના 1,390 ગ્રામ સોનું છે. જ્યારે 1.85 લાખના 2801 ગ્રામના ચાંદીના દાગીના છે. રૂપાલા પાસે કુલ 3.62 કરોડ અને તેમના પત્ની પાસે 2.29 કરોડના મૂલ્યના જમીન અને રહેઠાણ છે. જેમાં પરષોત્તમ રૂપાલા અને તેમના પત્નીના નામે અમરેલીમાં સંયુક્ત કૃષિની જમીન છે. જ્યારે અમરેલીમાં જ રૂપાલાના નામે બિન કૃષિની જમીન છે. અમરેલીમાં મકાન છે. ગાંધીનગરમાં રહેણાંક મકાન છે. પત્નીના નામે એલિસબ્રિજમાં એક ફ્લેટ છે. ગાંધીનગરમાં એક મકાન છે. જોકે કરોડો રૂપિયાની મિલકત ધરાવતા પરષોત્તમ રૂપાલા કે તેમના પત્ની પાસે એકપણ કાર ન હોવાનું સોગંદનામામાં દર્શાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement