For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર- આવતીકાલે જાહેર કરાશે તારીખો, બપોરના 3 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ

01:00 PM Mar 15, 2024 IST | V D
ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર  આવતીકાલે જાહેર કરાશે તારીખો  બપોરના 3 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય તાપમાન ઘણું ઊંચું પંહોચી ગયું છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે, એવામાં લોકસભા ચૂંટણીની તારીખને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.16 માર્ચ શનિવારના રોજ ચૂંટણી(Lok Sabha Election 2024) પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.

Advertisement

મળતી માહિતી મુજબ, ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે શનિવાર,16 માર્ચે બપોરે 3 વાગે સામાન્ય ચૂંટણી 2024 અને કેટલીક રાજ્યોની વિધાનસભાઓના કાર્યક્રમની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.તે ECI ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.

Advertisement

ચૂંટણીની તારીખને લઈને એક મોટું અપડેટ
ટૂંકમાં કહીએ તો લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવી હવે આવતીકાલે તારીખોની જાહેરાત થઈ શકે છે. તારીખોની જાહેરાત થતાંની સાથે જ દેશમાં ચૂંટણી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. રાજકીય પક્ષોએ અનેક પ્રકારના બંધનોનું પાલન કરવું પડશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બુધવારે કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

Advertisement

તમને જણાવી દઈએ કે તમામ વિપક્ષી દળોએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. છેલ્લી વખત 2019 માં, સામાન્ય ચૂંટણી 11 એપ્રિલથી 19 મે વચ્ચે સાત તબક્કામાં યોજાઈ હતી અને મત ગણતરી 23 મેના રોજ થઈ હતી.

2019માં લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી
જાણીતું છે કે 2019માં લોકસભા ચૂંટણીની જાહેરાત 10 માર્ચે કરી દેવામાં આવી હતી અને એ લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં યોજાઈ હતી. ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર થયા હતા. 2019માં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેના રોજ મતદાન થયું હતું.

Advertisement

તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો અને ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 353 બેઠકો મળી હતી. તેની સામે કોંગ્રેસ પાર્ટીએ 52 બેઠકો જીતી અને કોંગ્રેસના નેતૃત્વવાળી ગઠબંધનને 92 બેઠકો મળી હતી. તો અન્ય પક્ષોને 97 બેઠકો મળી હતી. લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી.

લોકસભા સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થશે
ચૂંટણી પંચે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી પોસ્ટ કરીને કહ્યું હતું કે, 'ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે 16 માર્ચે બપોરે 3 વાગે લોકસભા ચૂંટણી 2024 અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે. ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ થશે.

આ વખતની વાત કરીએ તો લોકસભા ચૂંટણીની સાથે જ ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરી શકે છે. સાથે જ એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પણ 2019ની જેમ સાત તબક્કામાં યોજાઈ શકે છે.

Tags :
Advertisement
Advertisement