For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

શું તમે દારૂના શોખીન છો? તો આ સમાચાર તમારા માટે કામ ના છે....

11:50 AM Dec 23, 2023 IST | Chandresh
શું તમે દારૂના શોખીન છો  તો આ સમાચાર તમારા માટે કામ ના છે

liqour Permit in Gujarat: ગાંધીના ગુજરાતમાં હવે દારુ પર પ્રતિબંધ હટાવી દેવાયો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરના એક વિસ્તારમાં દારૂને છૂટ આપવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, સરકારે ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાંથી દારૂબંધીની (liqour Permit in Gujarat) પરવાનગી હળવી કરી છે.

Advertisement

સરકારે પ્રેસનોટ જાહેર કરી માહિતી આપી છે કે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટીએ ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ બની ગયું છે. ત્યારે ગિફ્ટ સિટીમાં સ્થાપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબીશનના નિયમોમાં ફેરફાર કરવા માટે ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે
પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર, ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારી અને માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવી રહ્યા છે. જેના દ્વારા વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ, રેસ્ટોરાં કે ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવાની જોગવાઈ કરવામાં આવશે.

વેચાણ કરી શકાશે નહીં
ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફએલ3 પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ્સ, ક્લબ કે રેસ્ટોરાંમાં લીકરનું સેવન કરી શખશે. પરંતુ વેચાણ કરી શકશે નહીં.

Advertisement

Tags :
Advertisement
Advertisement