Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ગુજરાત AAPને મોટો ઝટકો: આ બે દિગ્ગજ નેતાઓએ ચુંટણી પહેલાં આપ્યું રાજીનામું, જાણો જલ્દી...

03:04 PM Apr 18, 2024 IST | V D

Alpesh Kathiriya Resign: ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણી અગાઉ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ, BJP અને આપ  ચૂંટણીને લઇને તૈયારી કરે છે. તે સમયે નેતા તેમજ કાર્યકર્તાઓનો પક્ષપલટાનો દોર ચાલુ થયો છે. તે સમયે લોકસભા ચૂંટણી અગાઉ AAPમાં ભડકો જોવા મળ્યો છે. આપના દિગ્ગજ નેતા એવા અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya Resign) અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપતા પાર્ટીમાં હડકંપ મચી ગયો છે.

Advertisement

સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ધાર્મિક-અલ્પેશે ઈસુદાન ગઢવીને રાજીનામુ મોકલ્યું છે.

Advertisement

અલ્પેશ અને ધાર્મિક બંને વિધાનસભા હાર્યા હતા
વર્ષ 2022માં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાવનગરના ગારીયાધારમાં આયોજિત આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને બંનેને ખેસ પહેરાવી વિધિવત પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો.

Advertisement

ગત વિધાનસભાની ચૂંટણીમાં આપમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા સુરતની વરાછા રોડ અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, આ ચૂંટણીમાં બંનેની હાર થઈ હતી. આમ, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા બંને નેતાઓએ લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીને અલવિદા કહી દીધું .

Advertisement
Tags :
Next Article