For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં IPL પહેલા મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ,મહિલા IPL મેચ પર બેટિંગ કરતાં 10 લોકોની પોલીસ કરી ઘરપકડ

03:35 PM Mar 13, 2024 IST | Chandresh
સુરતમાં ipl પહેલા મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ મહિલા ipl મેચ પર બેટિંગ કરતાં 10 લોકોની પોલીસ કરી ઘરપકડ

Surat Crime: સુરતના પલસાણા પોલીસે ઇન્ટરનેશનલ ક્રિકેટ (વુમન IPL) પર સટ્ટો રમાડતા 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરાયેલા લોકો પાસેથી 41 મોબાઈલ, 8 લેપટોપ અને અલગ-અલગ બેંકોના 23 એટીએમ કાર્ડ સહિત 8 લાખ 31 હજાર રૂપિયાનો માલસામાન જપ્ત કર્યો છે. પોલીસે દાવો કર્યો છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી (Surat Crime) આશરે 20 કરોડ રૂપિયાના વ્યવહારોના હિસાબ મળ્યા છે.

Advertisement

સુરત પોલીસ દ્વારા મોટા પાયે ચાલતું સટ્ટા રેકેટ ઝડ્પાયું
સુરત શહેરના પલસાણા વિસ્તારમાંથી ઓનલાઈન સટ્ટા રમતા લોકોને પકડી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સુરત પોલીસ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સટ્ટા બેટિંગ કરતા સટ્ટાબાજોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં પલસાણા કારેલી ગામે એક સોસાયટીમાં સટ્ટાબાજો Cricket Match પર બેટિંગ સટ્ટો રમતા હતા.

Advertisement

પલસાણા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ
ચાલી રહેલી મહિલા IPL લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચાલી રહેલી 20-20 ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તેના ઠેકાણા પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે આ 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની સામે પલસાણા પોલીસ મથકમાં એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.ત્યારે પોલીસના હાથે ઝડપાયેલા દુદારામ મેઘારામ ચૌધરી મહેશની ઉંમર 21 વર્ષ છે. તે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો છે. આ ઉપરાંત શુભમ શ્યામલાલ ભગત, પિંકેશ કુમાર, વિનોદ કુમાર ભગત, સિયારામ કૃપારામ જાટ, પ્રકાશ કુમાર અસલાજી ચૌધરી, સોનારામ ભોલારામ જાટ, પ્રભુરામ લગારામ જાટ, કિશન મેઘારામ જાટ, પુનારામ ઉદારામ ચૌધરી અને એક સગીર છોકરો છે.

Advertisement

આ મામલે એસપીએ આપ્યું નિવેદન
સુરત ગ્રામ્ય એસપી હિતેશ જોયશરે જણાવ્યું હતું કે તેમના જ ઘરમાં મહિલા IPL T20 ક્રિકેટ મેચ પર સટ્ટાબાજીના આ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જે અન્ય લોકોના નામે કંપનીઓ બનાવીને અને અલગ-અલગ બેંક ખાતા ખોલાવીને ક્રિકેટનો સટ્ટો ફેલાવતો હતો. પોલીસને 15 જેટલા બેંક કરંટ એકાઉન્ટ મળી આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement