Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

બિગ બી બન્યા ભારતીય ક્રિકેટ ટીમના અશ્વત્થામા: ભારતીય ટીમ માટે અમિતાભ બચ્ચનનો ખાસ મેસેજ- જુઓ વિડીયો

05:50 PM May 02, 2024 IST | V D

T20 World Cup 2024: અમિતાભ બચ્ચને તેમની આગામી ફિલ્મ 'કલ્કી 2898'ના 'અશ્વત્થામા'ના રોલમાં T20 વર્લ્ડ કપ 2024ની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેણે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ, રોહિત શર્મા, વિરાટ કોહલી અને ભારતીય T20 વર્લ્ડ કપ 2024(T20 World Cup 2024) ટીમના અન્ય ખેલાડીઓને પણ ખાસ સંદેશ આપ્યો છે. આ મેસેજ દ્વારા તેણે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે. આ જાહેરાત પછી, ગયા બુધવારે IPL 2024 ની મેચ દરમિયાન એક નવો પ્રોમો પ્રીમિયર કરવામાં આવ્યો હતો, જેમાં અમિતાભ 'અશ્વત્થામા' ના રોલમાં ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા જોવા મળે છે.

Advertisement

T20 વર્લ્ડ કપ 2024નો પ્રોમો શેર કર્યો
1 મેના રોજ, 'કલ્કી 2898'ના નિર્માતાઓએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર T20 વર્લ્ડ કપ 2024નો પ્રોમો શેર કર્યો હતો. આ વીડિયોને એક શાનદાર કેપ્શન સાથે જોડી દેવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે, 'T20 વર્લ્ડ કપ 2024ની જાહેરાત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના સૌથી મોટા ચીયર લીડર અમિતાભ બચ્ચનનો ખાસ સંદેશ છે. સ્ટાર સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપની આ મહાન લડાઈ લઈને આવ્યું છે. તમે તૈયાર છો?'

વીડિયોની શરૂઆતમાં અમિતાભ બચ્ચનએ કહી આ વાત...
જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના આ ખાસ મેસેજવાળો વિડીયો નાગ અશ્વિનની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ (Kalki 2898 AD)ના ઓફિશિયલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. આ વીડિયોની શરૂઆતમાં અમિતાભ બચ્ચન કહી રહ્યા છે કે, ‘યે મહાયુદ્ધ હૈ, અબ હો જ તૂ તૈયાર. અબ બાંજા વીર, બુલંદ કર આપણી તકદીર, દિખા દમ લગા દમ.’

Advertisement

T20 વર્લ્ડ કપ 2024ની કમાન રોહિતના હાથમાં
રોહિત શર્માને T20 વર્લ્ડ કપ 2024 ટૂર્નામેન્ટમાં ભારતની કમાન સોંપવામાં આવી છે. ટીમમાં વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર સિંહ ચહલ, અરવિંદસિંહ ચહલનો સમાવેશ થાય છે. રિંકુ સિંહ, શુભમન ગિલ, ખલીલ અહેમદ અને અવેશ ખાન અનામતમાં છે.

Advertisement

'કલ્કી 2898 એડી' આ જૂનમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પટણી છે. તાજેતરમાં જ મેકર્સે ફિલ્મમાંથી અમિતાભ બચ્ચનનું પાત્ર જાહેર કર્યું હતું.

જલ્દી જ થિયેટર્સમાં રિલીઝ થશે થશે આ ફિલ્મ
અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ જલ્દી જ થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અશ્વત્થામાની ભૂમિકામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન, દિશા પટની જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ 27 જૂન, 2024ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રથમ વખત દીપિકા પાદુકોણ અને પ્રભાસ એકસાથે જોવા મળશે.

Advertisement
Tags :
Next Article