For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતીઓ આ જગ્યાએ આઈસ ગોલા ખાતા પહેલા સાવધાન! પાલિકાએ અહીંથી લીધેલા નમૂના ફેઈલ

03:13 PM Apr 06, 2024 IST | V D
સુરતીઓ આ જગ્યાએ આઈસ ગોલા ખાતા પહેલા સાવધાન  પાલિકાએ અહીંથી લીધેલા નમૂના ફેઈલ

Ice Gola Sample Fail: સુરતીઓ આઈસગોળા ખાતા પહેલા થઈ જજો સાવધાન, ઉનાળામાં ખાસ બનતા આઈસગોળા આરોગ્યપ્રદ ન હોવાનો ખુલાસો થયો છે, આઈસ ડિશનું વેચાણ કરતી 3 અલગ-અલગ દુકાનોના નમૂના થયા આરોગ્ય વિભાગની તપસમાં ફેઈલ થયા છે,તો આઈસ કલરની ઉપર જે સિરપ અને ક્રીમ નાખવામાં આવે છે તેના નમૂના ફેઈલ(Ice Gola Sample Fail) થયાનો ખુલાસો થયો છે.

Advertisement

ડ્રાયફુટ તેમજ અન્ય સામગ્રીઓની ક્વોલિટી ખુબ નબળી મળી
મનપાના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ગર્મીની સીઝનમાં ઠંડક માટે લોકો આઈશ ડીસ અને બરફ ગોળા ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને બાળકોને રંગબેરંગી બરફ ગોલા વધારે પસંદ પડે છે, પરંતુ ગત વર્ષોમાં કેટલાક આઈશ ડીસ અને બરફ ગોલા વિક્રેતાઓને ત્યાં તપાસ કરતા તેઓ દ્વારા વાપરવામાં આવતા કલર, ક્રીમ બરફ અને ડ્રાયફુટ તેમજ અન્ય સામગ્રીઓની ક્વોલિટી ખુબ નબળી મળી આવી હતી. જેના આધારે તેઓને નોટિસ પણ આપવામાં આવી હતી.

Advertisement

કોનો કોનો ગોળો ના ખાવો
16 દુકાનોમાંથી લીધેલા નમૂના મૂજબ ક્રીમ અને સિરપના 23 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી અડાજણ સ્થિત આનંદ મહલ રોડ પર આવેલ રજવાડી મલાઈ આઈશ ડિશ, જે.બી.આઈશ ડિશ અને રાજ આઈશ ડિશ વિક્રેતાઓના નમૂના ધારા ધોરણ મળી આવ્યા નથી. જેમાં ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઘણું ઓછું મળી આવ્યું છે. સામાન્ય રીતે 60 ટકા જેટલું મિલ્ક ફેટનું પ્રમાણ હોવું જરૂરી છે. પરંતુ ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ લેબ તપાસ દરમ્યાન ઓછું મળી આવ્યું છે.

Advertisement

મિલ્ક ફેટની માત્રા 60% હોવી જોઈએ
આનંદ મહલ રોડ પર આવેલા રજવાડી મલાઈ ગોળામાંથી ક્રીમના નમુનામાં મિલ્ક ફેટની માત્રા 60% હોવી જોઇએ, જે ઓછી જણાઈ આવી હતી. જી-સ્કેવેર પાસે, સીંગણપોર ચાર રસ્તા ખાતે આવેલા જે.બી. આઈસ ડીશ ગોળામાંથી ઓરેંજ સીરપના નમુનામાં ટોટલ સોલ્યુબલ સોલીડ્સની માત્રા મીનીમમ 65% હોવી જોઇએ, જે ઓછી જણાઈ આવી હતી. આનંદ મહલ રોડ પર આવેલા રાજ આઈશ ડીશ ગોળામાંથી ક્રીમના નમુનામાં મિલ્ક ફેટની માત્રા 60% હોવી જોઈએ, જે ઓછી જણાઈ આવી હતી.

ઉનાળમાં આઈશ ડીસનો વધુ ઉપયોગ
ગરમીથી રાહત મેળવવા માટે ઉનાળામાં લોકો આઈશડીસ વધુ ખાતા હોય છે,ત્યારે વેપારીઓ કમાવવાની લાલશામાં કઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે,ગાંધીનગરથી તમામ જિલ્લાના આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી હતી કે આઈશડીસના વેપારીના ત્યાં દરોડા કરી બરફમાં ઉપયોગમાં લેવાતા અલગ-અલગ કલર તેમજ વસ્તુઓનુ ચેકિંગ કરવમાં આવે.ત્યારે વેપારીઓમાં પણ ફફળાટ ફેલાયો છે.કેમકે જો નમૂના ફેઈલ આવશે તો આરોગ્ય વિભાગ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

Advertisement

કુલ 23 નમૂના લેવામાં આવ્યા હતા
રાજ્યમાં અવારનવાર અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે સુરતમાં ફરી એક વાર આરોગ્ય વિભાગે દરોડાના દોરની શરુઆત કરી હતી. સુરતમાં આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગે તપાસ હાથધરી હતી. શહેરના 16 વિક્રેતાને ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા સેમ્પલ લેવાયા હતા. આઈસ ડીશમાં નાખવામાં આવતા ડ્રાયફ્રૂટ, કલર, ક્રીમ સહિતની વસ્તુના સેમ્પલ લેવાયા હતા. કેટલાક વિક્રેતા હલકી કક્ષાના ખાદ્યપદાર્થ વાપરતા હોવાની આશંકાના કારણે આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા.

Tags :
Advertisement
Advertisement