For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જુલાઈમાં 12 દિવસ બેંક રહેશે બંધ; બેંકમાં જતા પહેલા રજાનું લીસ્ટ વાંચી લેજો નહીંતર થશે 'ધરમનો ધક્કો'

11:45 AM Jul 01, 2024 IST | V D
જુલાઈમાં 12 દિવસ બેંક રહેશે બંધ  બેંકમાં જતા પહેલા રજાનું લીસ્ટ વાંચી લેજો નહીંતર થશે  ધરમનો ધક્કો

Bank Holiday in July 2024: દેશની તમામ બેન્કોમાં જાહેર રજા સિવાય બેંકો બંધ નથી રહેતી પરંતુ દર મહિનાની શરૂઆત થયેલા જ બેંકોની રજાની યાદી જાહેર કરવામાં આવે છે આવી સ્થિતિમાં ઘણા લોકો બેંકોને રજાઓને લઈને વધુ જાણવા રસ ધરાવતા હોય છે બેંક ક્ષેત્રને લગતું કોઈ પણ કામ હોય ત્યારે બેન્કને રજાઓને વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેન્કોની રજાઓ નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ તેની એક યાદી બહાર પાડવામાં આવે છે જુલાઈ(Bank Holiday in July 2024) મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે કયા દિવસે બેંકો બંધ રહેશે અને શા માટે ચલો તમને તેના વિશે વિગતવાર માહિતી આપીએ...

Advertisement

બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે
RBI ની યાદી અનુસાર જુલાઈ મહિનામાં બેંકો 12 દિવસ બંધ રહેશે, જેમાં બીજા અને ચોથા શનિવાર સિવાયના તમામ ચાર રવિવારનો સમાવેશ થાય છે. બેંકો દર મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે જ ખુલે છે, દર અઠવાડિયે બીજા અને ચોથા શનિવારે બેંક રજાઓ હોય છે.

Advertisement

અહીં છે બેંક રજાઓનું લિસ્ટ
3 જુલાઇ (બુધવાર): શિલોંગમાં બેહ દિએનખલામના તહેવારને કારણે બેંકો બંધ રહેશે.
6 જુલાઈ (શનિવાર): MHIP દિવસને કારણે આઈઝોલમાં બેંકો માટે રજા રહેશે.
જુલાઈ 7 (રવિવાર): સાપ્તાહિક બેંક રજાના કારણે, બેંકો દેશભરમાં બંધ રહેશે.
8 જુલાઈ (સોમવાર): ગુરપુરબ (ગુરુ હરગોવિંદ સાહેબનો જન્મદિવસ)
9 જુલાઈ (મંગળવાર): ગંગટોકમાં દ્રુકપા ત્સે-જીના અવસર પર બેંક રજા રહેશે.
જુલાઈ 13 (શનિવાર): મહિનાનો બીજો શનિવાર અને દેશભરની બેંકો માટે રજા રહેશે.
જુલાઈ 14 (રવિવાર): સાપ્તાહિક બેંક રજાના કારણે, બેંકો દેશભરમાં બંધ રહેશે.
જુલાઈ 16 (મંગળવાર): હરેલા તહેવાર નિમિત્તે દેહરાદૂનમાં બેંક રજા રહેશે.
જુલાઈ 17 (બુધવાર): મોહરમ અને યુ તિરોટ સિંગ ડેના અવસર પર બંધ રહેશે.
જુલાઈ 21 (રવિવાર): સાપ્તાહિક બેંક રજાના કારણે, બેંકો દેશભરમાં બંધ રહેશે.
જુલાઈ 27 (શનિવાર): મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
જુલાઈ 28 (રવિવાર): સાપ્તાહિક બેંક રજાના કારણે, બેંકો દેશભરમાં બંધ રહેશે.

Advertisement

તમને જણાવી દઈએ કે RBIનું રજાઓનું કેલેન્ડર દેશભરમાં લાગુ છે. આરબીઆઈએ નિર્ણય લીધો છે કે જુલાઈમાં દેશભરમાં ઉલ્લેખિત રજાઓ ઉપરાંત કેટલાક રાજ્યોમાં વધારાની રજાઓ હોઈ શકે છે. વધુ માહિતી માટે તમે RBIની વેબસાઈટની પણ મુલાકાત લઈ શકો છો. દરેક મહિનાના ચાર રવિવારે તમામ બેંકો બંધ રહે છે.

ઓનલાઈન બેંકિંગ દ્વારા તમારું કામ પૂર્ણ કરો
તમારા માટે એ જાણવું જરૂરી છે કે આ રજાઓમાં પણ તમે ઓનલાઈન બેંકિંગ દ્વારા તમારું કામ પૂર્ણ કરી શકો છો. કોઈપણ તાકીદનું કામ હોય તો તમે બેંકની વેબસાઈટ, મોબાઈલ એપ અથવા એટીએમનો ઉપયોગ કરી શકો છો. જો તમે કોઈપણ કામ માટે બ્રાન્ચમાં જાવ છો તો તે પહેલા આ રજાઓ વિશે ચોક્કસથી જાણી લો.

Advertisement

Tags :
Advertisement
Advertisement