For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી બહાર પડી: પરીક્ષા વગર નોકરી મેળવવાની સોનેરી તક; જાણો છેલ્લી તારીખ

04:46 PM May 06, 2024 IST | V D
બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી બહાર પડી  પરીક્ષા વગર નોકરી મેળવવાની સોનેરી તક  જાણો છેલ્લી તારીખ

Bank of Baroda Recruitment 2024: બેંકમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે પણ આ પોસ્ટ્સ સંબંધિત યોગ્યતાઓ છે, તો તમારા માટે અહીં એક મોટી તક છે. બેંક ઓફ બરોડાએ(Bank of Baroda Recruitment 2024) BC સુપરવાઈઝરની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ પર નોકરી મેળવવામાં રસ ધરાવતા હોય તો તેણે આપેલી વેબસાઇટ bankofbaroda.in દ્વારા અરજી કરી શકે છે. આ માટે બેંકે અરજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

Advertisement

બેંક ઓફ બરોડાની આ ભરતી અંતર્ગત અનેક જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જો તમે પણ આ પદો માટે અરજી કરવા માંગો છો, તો તમે 10 મે પહેલા અરજી કરી શકો છો. કોઈપણ ઉમેદવાર કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તો નીચે આપેલા મુદ્દાઓને અનુસરવા જોશે.

Advertisement

બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે વય મર્યાદા
જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માગે છે, તેમની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 65 વર્ષ હોવી જોઈએ.

Advertisement

બેંક ઓફ બરોડામાં નોકરી મેળવવાની લાયકાત
જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તેઓ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર જ્ઞાન સાથે ગ્રેજ્યુએટ હોવા જોઈએ.

બેંક ઓફ બરોડામાં આ રીતે સિલેક્શન થશે
બેંક ઓફ બરોડામાં આ જગ્યાઓ માટે અરજી કરનાર તમામ ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

Advertisement

બેંક ઓફ બરોડામાં પસંદગી પર પગાર આપવામાં આવશે
સત્તાવાર સૂચના અનુસાર, આ પદો માટે પસંદ કરાયેલા કોઈપણ ઉમેદવારને 25,000 રૂપિયાનો માસિક પગાર ચૂકવવામાં આવશે.

અધિકૃત સૂચના અનુસાર, ઉમેદવારોએ અરજી ફોર્મ ભરીને તેને સંબંધિત દસ્તાવેજો સાથે “આસિસ્ટન્ટ જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા, પ્રાદેશિક કાર્યાલય, બરોડા સિટી રીજન II, ગ્રાઉન્ડ ફ્લોર, સૂરજ પ્લાઝા 1, સયાજીગંજ, બરોડા – 390005 પર મોકલવાનું રહેશે. "

ભરતી અરજી કરવા માટે ડોક્યુમેન્ટ
ચૂટણીં કાર્ડ
પાસપોર્ટ સાઈઝ ફોટો
લિવિંગ સર્ટિફિકેટ
માર્કશીટ
ડિગ્રી
જાતિનો દાખલો
તથા અન્ય જરૂરી પુરાવાઓ

Tags :
Advertisement
Advertisement