For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

15 જૂનથી બેંકો સતત 4 દિવસ રહેશે બંધ! રજાઓની યાદી જોઈ લેજો નહીંતર ધક્કો માથે પડશે!

11:29 AM Jun 14, 2024 IST | Drashti Parmar
15 જૂનથી બેંકો સતત 4 દિવસ રહેશે બંધ  રજાઓની યાદી જોઈ લેજો નહીંતર ધક્કો માથે પડશે

Bank Holiday in June 2024: જૂન મહિનોમાં ઘણી બેંક રજાઓ આવશે. ઘણા તહેવારો અને વર્ષગાંઠોને કારણે આ મહિનામાં બેંકો અને શેરબજારોમાં રજાઓ રહેશે. ત્યારે આ સપ્તાહમાં પણ બેંક બંધ રેહશે. જેના કારણે તમારા ઈમરજન્સી કામ અટકી જશે. સૌથી પહેલા જો બેંકોની(Bank Holiday in June 2024) વાત કરીએ તો ઘણા રાજ્યોમાં 15 જૂનથી 18 જૂન સુધી બેંક હોલીડે રહેશે. આવી સ્થિતિમાં, જો તમારે બેંકો સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું હોય, તો તેને જલ્દીથી પૂર્ણ કરો. નહિંતર તમારે પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Advertisement

આ કારણે 15 થી 18 જૂન સુધી બેંકોમાં રજા રહેશે
બેંક એક આવશ્યક નાણાકીય સંસ્થા છે. આવી સ્થિતિમાં બેંકોમાં ઘણા દિવસોથી સતત રજાના કારણે લોકોના અનેક મહત્વના કામો અટવાઈ જાય છે. આવી સ્થિતિમાં, જો તમે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માંગતા હો, તો રિઝર્વ બેંક દ્વારા બનાવવામાં આવેલી રાજ્યવાર બેંક રજાઓની સૂચિ તપાસો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, આઈઝોલ અને ભુવનેશ્વરમાં બેંકો 15 જૂને YMA દિવસ અને રાજા સંક્રાંતિના કારણે બંધ રહેશે. 16 જૂન રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. જો કે ગુજરાતમાં બેંક ચાલુ રહેશે.

Advertisement

અગરતલા, અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, ઈમ્ફાલ, જયપુર, ઈટાનગર, જયપુર, જમ્મુ, કાનપુર, કોચી, કોહિમા, કોલકાતા, લખનૌ, મુંબઈમાં 17 જૂન 2024ના રોજ બકરીદના કારણે નાગપુર નવી દિલ્હી, નાગપુર, પણજી, રાયપુર, પટના, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ત્રિવેન્દ્રમમાં બેંકો બંધ રહેશે. જમ્મુ અને શ્રીનગરમાં 18 જૂને બકરીદના કારણે બેંકો બંધ રહેશે.

Advertisement

બેંક બંધ હોય ત્યારે આ રીતે કામ કરવું જોઈએ
જો બેંકો સતત કેટલાંક દિવસો સુધી બંધ રહેશે તો પણ નેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ જેવી સુવિધાઓ કાર્યરત રહેશે. એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે, તમે નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા યુપીઆઈનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય 24/7 ATM સુવિધા ચાલુ રહેશે. આ સાથે તમને રોકડ ઉપાડવામાં સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

શેરબજાર પણ સતત ત્રણ દિવસ બંધ રહેશે
બેંકો ઉપરાંત શેરબજાર પણ સતત ત્રણ દિવસ બંધ રહેવાનું છે. શનિવાર અને રવિવારના કારણે 15 અને 16 જૂન 2024ના રોજ રજા રહેશે. સોમવારે બકરીદને કારણે NSE અને BSEમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ દિવસે ઇક્વિટી સેક્ટર, ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને SLB સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

Advertisement

Tags :
Advertisement
Advertisement