Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

સેકંડો ચાહકોની આતુરતાનો આવ્યો અંત! રાજમૌલીએ 'બાહુબલી 3' અંગે કરી મોટી જાહેરાત

03:36 PM Mar 05, 2022 IST | Hiren Mangukiya

ભારતમાં ફિલ્મો પણ વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. ઘણી ફિલ્મો મહિનાઓ સુધી થીયેટરમાં જોવા મળે છે છતાં, દર્શકો એટલા જ વળગી રહે છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ (South Film Industries) ની પકડ પણ ખુબ સારી એવી છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) ની ફિલ્મો હવે તેના નામથી ચાલે છે. એક સમય એવો હતો જ્યારે કોઈ તેમને બરાબર ઓળખતું પણ નહોતું અને આજે સમય આવી ગયો છે કે તેઓ એક ‘પેન ઈન્ડિયા સ્ટાર’ (Pen India Star) બની ગયા છે. બાહુબલીએ પ્રભાસને હિન્દી સિનેમાનો સૌથી મોટો સ્ટાર બનાવ્યો. પ્રભાસે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો કરી છે, પરંતુ રાજામૌલી (S. S. Rajamouli) ની બાહુબલી દ્વારા કમાયેલા કરોડોનો સ્વાદ પ્રભાસને બીજી કોઈ ફિલ્મ આપી શકી નથી.

Advertisement

પ્રભાસે પોતાના અભિનય દ્વારા બોલીવૂડના દર્શકોનું પણ દિલ જીતી લીધું છે.તેના પ્રશંસકો ‘બાહુબલી ૩’ની રાહ જોઇ રહ્યા છે. તેવામાં પ્ર્ભાસે રાજમૌલીને બાહુબલી 3 માં કામ કરવા માટે હા કહી દીધું છે. રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ‘બાહુબલી‘ અને ‘બાહુબલી 2‘ની ગણતરી દક્ષિણની સૌથી આઇકોનિક અને બ્લોકબસ્ટર ફિલ્મોમાં થાય છે. બાહુબલી 2 એ બોક્સ ઓફિસ પર એવો તાલમેલ સર્જ્યો કે આજ સુધી ભાગ્યે જ કોઈ ફિલ્મ તેની કમાણીનો રેકોર્ડ તોડી શકી છે.

Advertisement

આ દિવસોમાં તેઓ પોતાની આગામી ફિલ્મ ‘રાધે શ્યામ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે કામ કરી રહી છે. આ એક બિગબજેટ ફિલ્મ છે.

Advertisement

આવી સ્થિતિમાં પ્રભાસે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો છે કે તે જલ્દી જ બાહુબલી 3ની તૈયારી કરવા જઈ રહ્યો છે.જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી મીડિયામાં એક ભારે ક્રેઝ છે. ‘બાહુબલી’ ફ્રેન્ચાઈઝીની અગાઉની બંને ફિલ્મો લોકોને ખૂબ પસંદ આવી છે.

ફિલ્મની સ્ટોરીથી લઈને તેની સિનેમેટોગ્રાફી અને ફિલ્મમાં પ્રભાસની ભૂમિકા ઉપરાંત બાકીના કલાકારોના પાત્રો પણ ખૂબ જ જોરદાર હતા. આજે પણ લોકો આ બંને ફિલ્મોને ભૂલી શકતા નથી. આ બંને ફિલ્મોએ વિશ્વભરમાં અબજો રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે લોકોને ફરીથી પ્રભાસની એ જ સ્ટાઈલ જોવા મળશે. આમ પણ તેમને સિલ્વર સ્ક્રીન પર કંઈક તેવા જ અંદાજમાં જોવા માટે દરેક લોકો તલપાપડ છે. હવે ઈન્તેજાર એ વાત નો પણ છે કે, શું પ્રભાસ ની આવનારી ફિલ્મ બાહુબલી 3 ફિલ્મ જગતમાં કેટલા રોકોર્ડ તોડે છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Tags :
Next Article