Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

હાર્દિક પંડ્યા અને MI માટે મુશ્કેલીઓ વધી... સતત 2 હાર બાદ છાપરા તૂટે એવા સમાચાર સામે આવ્યા

06:50 PM Mar 28, 2024 IST | Vandankumar Bhadani

હાર્દિક પંડ્યાની (hardik pandya) કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સિઝનમાં જીતનું ખાતું ખોલવામાં સફળ રહી નથી. ટીમે અત્યાર સુધી 2 મેચ રમી છે અને બંનેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આ દરમિયાન સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે મુંબઈની ટીમને મોટો ઝટકો આપ્યો છે. સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી બાદ સૂર્યા હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. આવી સ્થિતિમાં તે કેટલીક વધુ મેચોમાંથી બહાર રહી શકે છે. જો કે, એક સારી વાત સામે આવી છે કે સૂર્યાકુમાર ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.

Advertisement

બીસીસીઆઈએ સૂર્યાની ઈજા અંગે અપડેટ આપી હતી

બીસીસીઆઈના સૂત્રએ કહ્યું, 'સૂર્યા ખૂબ સારી રીતે રીકવરી મેળવી રહ્યો છે. તે ટૂંક સમયમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે. જો કે, પ્રથમ બે મેચમાં ન રમ્યા બાદ તેણે હજુ કેટલીક વધુ મેચોમાંથી બહાર રહેવું પડી શકે છે. સૂર્યા T20 વર્લ્ડ કપ રમી શકશે કે નહીં તે બીસીસીઆઈની મોટી ચિંતા છે. જોકે તે હજુ પણ આ સ્થિતિમાં છે.

આગામી બે મેચ હોમ ગ્રાઉન્ડ પર રમાશે

તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં તેની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ (GT) સામે હારી ગઈ હતી. જ્યારે બીજી મેચમાં તેને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સનરાઈઝર્સ ટીમે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ 277 રન બનાવ્યા હતા. આ પછી મુંબઈની ટીમ 5 વિકેટ ગુમાવીને 246 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.

Advertisement

મુંબઈ ઈન્ડિયન્સે તેની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) સામે રમવાની છે. આ મેચ 1લી એપ્રિલે મુંબઈમાં રમાશે. જ્યારે ચોથી મેચ 7 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ (DC) સામે રમાવાની છે. આ મેચ પણ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે ખાતે રમાશે.

આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ (હજુ સુધી ફિટ નથી), ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વાધેરા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, લ્યુક વુડ, રોમારિયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ, નુવાન તુશારા, નમન ધીર, અંશુલ કંબોજ, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા, ક્વેના મફાકા.

Advertisement

Advertisement
Tags :
Next Article