Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

AstraZeneca (કોવીશીલ્ડ) આખી દુનિયામાંથી કોરોના રસી પાછી ખેંચશે

11:48 AM May 08, 2024 IST | Chandresh

AstraZeneca-Oxford Covid-19: AstraZeneca દ્વારા વિકસિત કોરોના વાયરસની રસી અંગેના હોબાળા વચ્ચે એક નવું અપડેટ સામે આવ્યું છે. અગ્રણી ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કંપની હવે વિશ્વભરમાંથી તેની રસી પાછી ખેંચી રહી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કોર્ટમાં વેક્સીનની ખતરનાક આડઅસર સ્વીકારી હતી. આ પછી કંપની (AstraZeneca- Oxford Covid-19) દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. જોકે, કંપનીનું કહેવું છે કે આડ અસરનો વિવાદ અને રસી પાછી ખેંચવાની પ્રક્રિયા એક સંયોગ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, AstraZeneca એ પણ વેક્સીન પાછી ખેંચી લેવાની માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે એસ્ટ્રાજેનેકા ની રસી ભારતમાં (Covishield maker AstraZeneca) કોવીશિલ્ડ ના નામથી અપાઈ હતી.

Advertisement

થોડા દિવસો પહેલા દવા બનાવતી અગ્રણી કંપની એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં કોરોના રસીની આડઅસર સ્વીકારી હતી. એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત કોરોના રસીની આડ અસરોને લઈને 50 થી વધુ લોકોએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. AstraZeneca ની રસી Vaxzevria વિશે પ્રશ્નો ઉભા થયા હતા. જોકે, કંપનીનું કહેવું છે કે Vaxzevria રસીની આડઅસર ભાગ્યે જ જોવા મળે છે. 'ધ ટેલિગ્રાફ'ના અહેવાલ મુજબ, આડઅસરને લઈને ભારે હોબાળો બાદ એસ્ટ્રાઝેનેકા દ્વારા રસી પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Advertisement

AstraZeneca આપ્યું નિવેદન
AstraZenecaનું મોટું નિવેદન સમગ્ર વિશ્વમાંથી Vaxzevria રસી પાછી ખેંચવાની પ્રક્રિયા વચ્ચે આવ્યું છે. કંપનીએ કહ્યું કે આડઅસર અને રસી પાછી ખેંચી લેવાના સમય અંગે કોર્ટમાં થયેલી વાત માત્ર એક સંયોગ છે. આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. દવા બનાવતી કંપનીનું કહેવું છે કે કોવિડ-19 વેક્સીન વેક્સેવરિયાને વ્યાપારી કારણોસર બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ કહ્યું કે હવે વેક્સીનનું નિર્માણ કે સપ્લાય કરવામાં આવી રહ્યું નથી. રસી પાછી ખેંચી લેવાના નિર્ણયને 'એકદમ સાંયોગિક' ગણાવીને, ફાર્મા કંપનીએ ભારપૂર્વક જણાવ્યું છે કે રસી પાછી ખેંચી લેવી એ તેના સ્વીકાર સાથે જોડાયેલી નથી કે તેનાથી TTS થઈ શકે છે.

જાણો કઈરીતે સમગ્ર મામલો સામે આવ્યો ?
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે AstraZenecaએ બ્રિટિશ હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે, તેની કોવિડ-19 રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જેવી આડઅસર ઉભી કરી શકે છે. થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહીના જામવાનું શરૂ થાય છે અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહી ગંઠાઈ જવાને કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ ખુબ વધી જાય છે. ભારતમાં આ AstraZeneca રસી અદાર પૂનાવાલાની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી હતી. કંપનીએ આ રસી કોવિશિલ્ડના નામથી બજારમાં બહાર પાડી હતી. આ રસી ભારતમાં કરોડો લોકોને આપવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Next Article