For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

આસામ પોલીસે રાહુલની ન્યાય યાત્રા અટકાવી: રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવાનો આપ્યો આદેશ, જાણો વિગતે

04:16 PM Jan 23, 2024 IST | V D
આસામ પોલીસે રાહુલની ન્યાય યાત્રા અટકાવી  રાહુલ ગાંધી વિરુદ્ધ fir દાખલ કરવાનો આપ્યો આદેશ  જાણો વિગતે

Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રાને(Bharat Jodo Nyay Yatra) આસામ પોલીસે ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવી દેવામાં આવી હતી. વાસ્તવમાં, જ્યારે આ યાત્રા સાથે આવેલા લગભગ 5,000 કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા, ત્યારે તેઓની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ પછી કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. ત્યારે પોલીસે આ મામલામાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR પણ નોંધી છે.

Advertisement

રાહુલ ગાંધી સામે નોંધાઈ શકે છે FIR
આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ અગાઉ જણાવ્યું હતું કે તેમણે પોલીસ મહાનિર્દેશકને રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'આ આસામી સંસ્કૃતિનો ભાગ નથી. અમે શાંતિપૂર્ણ રાજ્ય છીએ. આવી ‘નકસલવાદી યુક્તિઓ’ આપણી સંસ્કૃતિથી સાવ અલગ છે. મેં આસામ પોલીસના ડીજીપીને રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધવા સૂચના આપી છે. પુરાવા તરીકે તમારા હેન્ડલ પર પોસ્ટ કરેલા ફૂટેજનો ઉપયોગ કરો. તમારા અનિયંત્રિત વર્તન અને સંમત માર્ગદર્શિકાના ઉલ્લંઘનને કારણે હવે ગુવાહાટીમાં મોટાપાયે ટ્રાફિક જામ થયો છે.

Advertisement

કોંગ્રેસના નેતાઓએ બેરિકેડ તોડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે રાહુલ ગાંધીના કાફલાને ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યો ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો અને બેરિકેડ તોડી નાખ્યા હતા. આ વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કોંગ્રેસ સમર્થકોને આગળ વધતા રોકવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.

Advertisement

સીએમ હિમંતાએ ચેતવણી આપી હતી
મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ શર્માએ અગાઉ કહ્યું હતું કે રસ્તાઓ પર જામ ટાળવા માટે યાત્રાને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દરમિયાન, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ખાનપરાના ગુવાહાટી ચોકમાં ભારે ભીડ એકઠી થઈ હતી અને રાહુલ ગાંધીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ એકમના પ્રભારી જિતેન્દ્ર સિંહે કહ્યું, 'અમે અવરોધો તોડીને જીત હાંસલ કરી છે.'

સોમવારે મેઘાલયમાં પ્રવેશ્યા પછી, આ ભાગની યાત્રા તેના અંતિમ ચરણ માટે આસામ પરત ફરી હતી, જે રાજ્યના સૌથી મોટા શહેર ગુવાહાટીની બહારના વિસ્તારમાંથી પસાર થશે. આસામમાં આ યાત્રા ગુરુવાર સુધી ચાલુ રહેશે.

Advertisement

રાહુલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કહ્યું- તમને ગુલામ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે
રાહુલ ગાંધીએ પ્રવાસના 10મા દિવસની શરૂઆત આસામ-મેઘાલય બોર્ડર પર યુવાનો સાથે વાતચીત કરીને કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે હું તમારી યુનિવર્સિટીમાં આવીને તમારી સાથે વાત કરવા અને તમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે સમજવા ઈચ્છું છું.પરંતુ, દેશના ગૃહ પ્રધાને આસામના મુખ્યમંત્રીને ફોન કર્યો અને પછી આસામના મુખ્યમંત્રીએ તમારી યુનિવર્સિટીના નેતાઓને બોલાવ્યા અને કહ્યું કે રાહુલ ગાંધીને વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની મંજૂરી ન અપાય. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે જેને સાંભળવા માંગો છો તે સાંભળવાની મંજૂરી આપવામાં આવે.તેમણે કહ્યું કે તમને કહેવામાં આવી રહ્યું છે કે તમારે આરએસએસ અને આ દેશની સરકારની વાતોનું આંખો બંધ કરીને પાલન કરવું પડશે. તમને કહેવામાં આવી રહ્યું છે કે તમે તમારી ભાષા બોલી શકશો નહીં, તમારે તમારો ઇતિહાસ ભૂલી જવો પડશે. તમને ગુલામ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

Tags :
Advertisement
Advertisement