Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ગુજરાતના આ 7 શહેરોમાં પેટ્રોલની અછત- સાંજ સુધીનો જ બચ્યો છે પુરવઠો

10:47 AM Mar 10, 2022 IST | Mishan Jalodara

ગુજરાત(Gujarat): ઉત્તર પ્રદેશ(UP) અને પંજાબ(Punjab) સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ જ્યારે પેટ્રોલના ભાવ વધારાની વાતો શરૂ થઈ છે ત્યારે જ રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી સહિત ગુજરાતમાં 7 જિલ્લામાં પેટ્રોલની કૃત્રિમ અછત(Artificial shortage of petrol) સર્જાઈ તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. નાયરા એનર્જી(Naira Energy) જામનગર(Jamnagar)ની વાડીનાર(Vadinar) રિફાઈનરીમાંથી સૌરાષ્ટ્ર(Saurashtra)ને પેટ્રોલ સપ્લાય કરે છે. કંપનીએ મંગળવારે કોઈ કારણ આપ્યા વગર પેટ્રોલનો સપ્લાય બંધ કરી દીધો છે.

Advertisement

પેટ્રોલ પંપ સંચાલકોએ સરકારને પાત્ર લખી કરી રજૂઆત:
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ અને અન્ય પેટ્રોલિયમ કંપનીઓને પત્ર લખીને તાત્કાલિક અસરથી દરમિયાનગીરી કરવા જણાવ્યું છે. પત્ર અનુસાર, IOC, BPCL અને HPC નાયરા એનર્જી પાસેથી પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. કંપનીએ કોઈપણ જાતની આગોતરી સૂચના વિના પેટ્રોલનો પુરવઠો બંધ કરી દેતાં સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં પેટ્રોલની અછત સર્જાવાની શક્યતા છે.

આજે સાંજ સુધી ચાલે તેટલું જ પેટ્રોલ:
ફેડરેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના આ સાત જિલ્લાઓમાં 900થી વધુ પેટ્રોલપંપ આવેલા છે અને તેમની રોજની ખપત અંદાજે 20 લાખ લિટર પેટ્રોલની છે. ત્યારે આ સમય દરમિયાન કંપનીએ અચાનક જ કોઈ જાણ કર્યા વગર પેટ્રોલની સપ્લાય બંધ કરી દેતા પેટ્રોલ પંપ પર હવે ગુરુવાર એટલે કે આજ સાંજ સુધી ચાલે તેટલો જ જથ્થો બાકી છે. જો હજુ પણ સપ્લાય નિયમિત પણે શરૂ નહીં થાય તો લોકોને ભારે મુશ્કેલી ઊભી થઇ શકે છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Advertisement
Tags :
Next Article