For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

શું તમારા પગમાં પણ આવે છે સોજા? તો જાણો તમે છો આ ગંભીર બીમારીઓનો શિકાર

06:18 PM May 23, 2024 IST | Drashti Parmar
શું તમારા પગમાં પણ આવે છે સોજા  તો જાણો તમે છો આ ગંભીર બીમારીઓનો શિકાર

Swelling in the legs: પગમાં ઘણી વખત સોજો આવી જતો હોય છે. અને આ એક સામાન્ય સમસ્યા છે જેનો સામનો દરેક લોકોને કરવો પડે છે​. જો કે સમસ્યા ત્યાં સુધી જ સામાન્ય છે જ્યાં સુધી કે પગની સુઝન કયારેક કયારેક થાય. જો તમારા પગમાં છેલ્લા કેટલા સમયથી સોઝા(Swelling in the legs) છે અને જયારે તમે પગને દબાવો છો અને તેમાં ખાડા પડે છે તો પછી તમારે તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવું જોઈએ.

Advertisement

પગમાં સોજો એ ઘણા ગંભીર રોગોની નિશાની છે , તેથી તેની અવગણના ન કરવી જોઈએ​​​ સામાન્ય સ્થિતિમાં , જો રક્ત પરિભ્રમણ યોગ્ય ન હોય તો તેના કારણે આ સમસ્યા થઈ શકે છે , પરંતુ જો તમે વારંવાર આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે સાવચેત રહેવું જોઈએ. ચાલો અમે તમને જણાવીએ કે તમારા પગમાં સોજા આવવાને કારણે તમે કઈ બીમારીઓનો શિકાર બની શકો છો .​

Advertisement

આ રોગોને કારણે પગમાં આવે છે સોજો:
એડીમા: એડીમામાં શરીરની પેશીઓમાં વધારાનું પ્રવાહી એકઠું થાય છે, જેના કારણે આંગળીઓનું કદ વધવા લાગે છે અને પગમાં સોજો આવવા લાગે છે. આ હૃદય અથવા કિડનીની સમસ્યાઓને કારણે હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે, લાંબા સમય સુધી ઉભા રહેવા કે બેસવાથી પણ આ સમસ્યા થઈ શકે છે.

Advertisement

હ્રદય રોગ: હૃદય રોગ થવાથી તમારા પગમાં સોજો આવી શકે છે, જ્યારે તમારું હૃદય અસરકારક રીતે લોહી પંપ કરવામાં અસમર્થ હોય છે, ત્યારે શરીરના નીચેના ભાગોમાં પ્રવાહી એકઠું થવા લાગે છે, જેના કારણે પગ અને અંગૂઠામાં સોજો આવવા લાગે છે.

કિડની રોગ: કિડનીની નિષ્ફળતા અથવા નેફ્રોટિક સિન્ડ્રોમ જેવી પરિસ્થિતિઓમાં, શરીરમાંથી વધારાનું પ્રવાહી દૂર કરવાની ક્ષમતાને અસર થાય છે. જેના કારણે પગ અને પગની ઘૂંટીઓમાં સોજો આવી શકે છે.

Advertisement

સંધિવા: સંધિવા એ એક પ્રકારનો ગાંઠ છે જેમાં યુરિક એસિડ નામના ક્રિસ્ટલ્સ સાંધામાં જમા થાય છે, જેના કારણે પગમાં તીવ્ર દુખાવો અને સોજો આવે છે. આ સામાન્ય રીતે મોટા અંગૂઠામાં થાય છે, પરંતુ અન્ય સાંધાઓમાં પણ થઈ શકે છે. પગમાં સોજાની સારવાર તેના કારણ પર આધારિત છે. આને અવગણવું જોઈએ નહીં, કારણ કે તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે.

Tags :
Advertisement
Advertisement