For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

T20 વર્લ્ડકપમાં વધુ એક ઉલટફેર- અફ્ઘાનીસ્તાને ન્યુઝીલેન્ડની મજબુત ટીમને ધૂળ ચંટાવી

06:31 PM Jun 08, 2024 IST | Drashti Parmar
t20 વર્લ્ડકપમાં વધુ એક ઉલટફેર  અફ્ઘાનીસ્તાને ન્યુઝીલેન્ડની મજબુત ટીમને ધૂળ ચંટાવી

T20 World Cup: T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને મોટો ઉલટફેર સર્જ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમને 84 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે અફઘાનિસ્તાનની સૌથી મોટી જીતનો આ રેકોર્ડ છે. આ જીત સાથે અફઘાનિસ્તાને સુપર-8ની લડાઈમાં પોતાની જાતને ઘણી આગળ કરી દીધી છે.

Advertisement

પોઈન્ટ ટેબલમાં ગ્રુપ(T20 World Cup) સીમાં ન્યૂઝીલેન્ડ સૌથી નીચે છે, જ્યારે અફઘાનિસ્તાન નંબર વન પર છે. ન્યુઝીલેન્ડ સામે અફઘાનિસ્તાનની જીતના ત્રણ મુખ્ય હીરો હતા - રહેમતુલ્લા ગુરબાઝ, ફઝલહક ફારૂકી અને કેપ્ટન રાશિદ ખાન. રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય ખેલાડીઓ IPLમાં રમે છે અને પોતપોતાની ટીમના મેચવિનર છે.

Advertisement

KKRનો સ્ટાર પ્લેયર ઓફ ધ મેચ બન્યો
અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 159 રન બનાવ્યા હતા. આમાંથી અડધાથી વધુ રન રહમતુલ્લા ગુરબાઝના બેટમાંથી 80 રન આવ્યા હતા. તેણે 56 બોલની ઈનિંગમાં 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. ગુરબાઝે ઈબ્રાહિમ ઝદરાન સાથે 103 રનની ભાગીદારી કરી હતી. ઈબ્રાહિમના આઉટ થવાને કારણે આ જોડી તૂટી ગઈ. આ પછી અફઘાનિસ્તાને નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી, પરંતુ ગુરબાઝ એક છેડે અડગ રહ્યો હતો. તે 20મી ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો. રહમતુલ્લા ગુરબાઝને તેની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

Advertisement

રહેમતુલ્લા ગુરબાઝ પછી ફઝલે સૌથી વધુ નુકસાન ન્યૂઝીલેન્ડને કર્યું હતું . આ ડાબા હાથના આ પ્લેયરે તેના પહેલા જ સ્પેલમાં ન્યુઝીલેન્ડ માટે ત્રણ વિકેટ લીધી હતી. તેણે ફિન એલન, ડેવોન કોનવે અને ડેરીલ મિશેલને આઉટ કર્યા. ફારૂકીની શાનદાર પ્રદર્શનને કારણે ન્યુઝીલેન્ડે પાવર પ્લેમાં 28 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ફઝલહક ફારૂકીએ પણ મેટ હેનરીને આઉટ કરીને ન્યુઝીલેન્ડની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. તેનું બોલિંગ વિશ્લેષણ 3.2-0-17-4 હતું.

અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાનનું શાનદાર પ્રદર્શન
આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફઝલહક ફારૂકીએ ન્યુઝીલેન્ડના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કર્યો તો રાશિદ ખાન મિડલ ઓર્ડર માટે આફત સાબિત થયો. રાશિદ ખાને 4 ઓવરના સ્પેલમાં 17 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે કેન વિલિયમસન, માર્ક ચેપમેન, માઈકલ બ્રેસવેલ અને લોકી ફર્ગ્યુસનને આઉટ કર્યા.

Advertisement

Tags :
Advertisement
Advertisement