For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહેલાં સુરતમાં વધુ એક અંગદાન: આધેડના અંગદાનથી 3 લોકોને મળશે નવજીવન

01:17 PM May 02, 2024 IST | V D
ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહેલાં સુરતમાં વધુ એક અંગદાન  આધેડના અંગદાનથી 3 લોકોને મળશે નવજીવન

Organ Donation in Surat: ડાયમંડ સિટી સુરત ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સુરત શહેરે ડોનેટ લાઈફના માધ્યમથી 500 કિડનીનું દાન કરાવી અંગદાનના ક્ષેત્રમાં નવો માઈલસ્ટોન બનાવ્યો છે.ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા કામરેજના સફાઈ કર્મીના પરિવારે મૃતકના લીવર અને કિડનીનું અંગદાન(Organ Donation in Surat) કરી માનવતા મહેકાવી છે.ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે.

Advertisement

બે કિડની અને લીવરનું દાન કર્યું
મૂળ પંચમહાલના વતની અને હાલ કામરેજના વાવ નજીક રહેતા 49 વર્ષીય બુધાભાઈ પારસિંગભાઈ નાયકા સફાઈ કામગીરી કરતા હતા.રવિવારના સાંજના વાવ નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બુધાભાઇને સુરતની સ્મીમેર હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ડોકટર દ્વારા તેમને બ્રેન ડેડ જાહેર કરાયા હતા.

Advertisement

ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા બુધાભાઈ ના પરિવારનો સંપર્ક કરી અંગદાનનું મહત્વ સમજાવતા પરિવારે સહમતી દાખવી હતી.પરિવારે બુધાભાઈની બે કિડની અને લીવરનું દાન કર્યું હતું.અંગદાન થકી મળેલી બે કિડની અને લીવરનું દાન અમદાવાદની IKDRC હોસ્પીટલના જરૂરિયાત મંદ દર્દીને કરવામાં આવ્યું હતું.

Advertisement

માથામાં ઈજાઓ થતા તેઓ બેભાન થઈ ગયા
મૂળ પંચમહાલના વતની અને સુરતના કામરેજ ખાતે રહેતા અને સફાઈ કામદાર તરીકે કાર્ય કરતા બુધાભાઈ તા. 28 એપ્રિલના રોજ સાંજે કરીયાણું લેવા જતા હતા. ત્યારે વાવ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ઈજાઓ થતા તેઓ બેભાન થઈ ગયા હતા.

108 એમ્બ્યુલન્સ મારફત તેમને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગ યુનિટ 4ના પ્રો. ડૉ. દિનેશ પ્રસાદ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જીગ્નલ સોનાવલેની સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.

Advertisement

પત્ની સફાઈ કામદાર તરીકેનું કાર્ય કરે છે
બુધાભાઈના ભાઈ કાળુંભાઈએ જણાવ્યું કે, અમે ગરીબ પરિવારના છીએ, રોડ સફાઈનું કાર્ય કરીને અમારા પરિવારનું જીવન પોષણ કરીએ છીએ. જીવનમાં અમે કોઈ ચીજ-વસ્તુઓનું દાન કરી શકવાના નથી. આજે મારા ભાઈ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર તો રાખ જ થઈ જવાનું છે. ત્યારે મારા ભાઈના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. બુધાભાઈના પરિવારમાં પત્ની ગંગાબેન (ઉં.વ. 46), સફાઈ કામદાર તરીકેનું કાર્ય કરે છે. બે પુત્રો સંજય (ઉં.વ 22) અને કનુ (ઉં.વ.19) ખેતમજૂર છે.

Tags :
Advertisement
Advertisement