Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ગેંડાનો પિત્તો છટક્યો અને ડ્રાઈવર સહીત કારનો વાળી દીધો કચ્ચરઘાણ- વિડીયો જોઇને શ્વાસ થંભી જશે

12:53 PM May 10, 2022 IST | Mishan Jalodara

વાયરલ(Viral): તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે પ્રાણીઓ ગુસ્સે થાય છે ત્યારે તેઓ દરેક વસ્તુને નુકસાન પહોંચાડવનો પ્રયાસ કરે છે. પ્રાણીઓને શાંત પાડવું એટલું સરળ નથી. ગુસ્સે થયા પછી, તેઓ કાં તો તોડફોડ કરે છે અથવા એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા(Social media) પર ગુસ્સે ભરાયેલા ગેંડાનો એક વિડીયો વાયરલ(Video viral) થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તમારા રૂવાડા બેઠા થઇ જશે.

Advertisement

વીડિયો કોઈ જંગલનો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં તમે જોઈ શકો છો કે એક ગેંડો ખૂબ જ ગુસ્સામાં છે. ગેંડો એટલો ગુસ્સે થાય છે કે તે તેની સામે પાર્ક કરેલી કાર પણ છોડતો નથી અને કાર પર હુમલો કરે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે ગેંડો તેને ખરાબ રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ડ્રાઈવર વાહનની અંદર હાજર હતો.

Advertisement

વીડિયોમાં જોઈ શકાય છે કે ગેંડાએ વાહન પર એક-બે વાર નહીં, પરંતુ ઘણી વખત પોતાની શક્તિનો ઉપયોગ કર્યો અને ત્રણ વખત વાહનને પલટી નાખ્યું. તમે જોઈ શકો છો કે ગેંડાએ થોડી જ મિનિટોમાં કારને ઉડાવી દીધી હતી. આ વીડિયો જર્મનીના સેરેનગેતી સફારી પાર્કનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો થોડા દિવસ જૂનો છે, પરંતુ આ દિવસોમાં ફરી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક રીપોર્ટ અનુસાર, 30 વર્ષનો ગેંડા કુસિની નામથી પ્રખ્યાત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પ્રાણીઓની સુરક્ષા માટે આ કારને કચડી રહ્યો છે. સારી વાત એ છે કે કાર ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ થઈ અને તેનો જીવ બચી ગયો. આ વિડિયો પાર્કની મુલાકાતે આવેલા એક વ્યક્તિએ તેના ફોનથી શૂટ કર્યો હતો.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Tags :
Next Article