Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

અધધધ...આટલાં કરોડના તરતા મહેલ પર યોજાશે અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન, જોતા રહી જશો Photos

12:31 PM May 28, 2024 IST | Drashti Parmar

Anant-Radhika 2nd pre wedding: મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હાલ પોતાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનને લઈને ચર્ચામાં છે. આ બન્ને જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાવાના છે.પરંતુ તે પહેલા બંનેની બીજી પ્રી-વેડિંગ સેરેમની 28 મેથી 30 મે વચ્ચે થશે. મીડિયા રિપોર્ટ્સનું(Anant-Radhika 2nd pre wedding) માનીએ તો બંનેની બીજી પ્રી-વેડિંગ સેરેમની ઈટાલી અને ફ્રાન્સ વચ્ચેના દરિયામાં તરતા મહેલ એટલે કે ક્રૂઝ પર યોજાશે.

Advertisement

આટલી છે ક્રૂઝની કિંમત
બંનેની પ્રી-વેડિંગ સેરેમની જે ક્રૂઝ પર થશે તે તમામ લક્ઝરી સુવિધાઓથી સજ્જ છે. આ એક તરતી ફાઇવ સ્ટાર હોટેલ છે. તેની કિંમત એટલી છે કે તમે જાણીને ચોંકી જશો. ચાલો જાણીએ ક્રુઝની વિશેષતાઓ અને કિંમત:

માલ્ટામાં બનેલી આ ક્રૂઝનું નામ છે 'સેલિબ્રિટી એસેન્ટ'. આ ક્રૂઝ 28 મેના રોજ ઇટાલીના પાલેર્મો પોર્ટેથી રવાના થશે અને 4280 કિલોમીટરનું અંતર કાપીને દક્ષિણ ફ્રાન્સ પહોંચશે.

Advertisement

ક્રુઝ પર શું શું છે..?
મળતી માહિતી અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં 800 મહેમાનો હાજરી આપશે. જેમાં 300 વીવીઆઈપી હશે.

Advertisement

તે જ સમયે, આ મહેમાનોની સેવા માટે 600 હોસ્પિટાલિટી સ્ટાફ હશે. ક્રૂઝની પેસેન્જર ક્ષમતાની વાત કરીએ તો તે 3279 છે.

હવે આવી રહ્યા છીએ સેલિબ્રિટી એસેન્ટ ક્રૂઝની કિંમત પર. જ્યારે આ ક્રૂઝ 2023માં તૈયાર કરવામાં આવી હતી ત્યારે તેને બનાવવામાં લગભગ 900 મિલિયન ડોલર (લગભગ 7475 હજાર કરોડ રૂપિયા)નો ખર્ચ થયો હતો.

આ ક્રૂઝ પર 17 ડેક, સનસેટ બાર, પૂલ ડેક, રિસોર્ટ ડેક, રીટ્રીટ, લા વોઇક્સ જેવી તમામ લક્ઝરી સુવિધાઓ આપવામાં આવી છે.તે જ સમયે, ક્રૂઝમાં પેન્ટહાઉસ સ્યુટમાં બેડરૂમ, ડ્રેસિંગ રૂમ, લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયા પણ છે.

Advertisement
Tags :
Next Article