For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

નર્મદા જિલ્લામાં કોમી એકતાના ઉદાહરણરૂપ લગ્ન- મુસ્લિમ પરિવારે ભર્યું રાજપૂતની દીકરીનું મામેરું: સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ

06:56 PM Feb 23, 2024 IST | V D
નર્મદા જિલ્લામાં કોમી એકતાના ઉદાહરણરૂપ લગ્ન  મુસ્લિમ પરિવારે ભર્યું રાજપૂતની દીકરીનું મામેરું  સર્જાયા ભાવુક દ્રશ્યો  જુઓ

Wedding of Communal Unity: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બોર્ડર પર બૂંજેઠા ગામ આવેલું છે. આ ગામમાં મોટે ભાગે દરબાર લોકો રહે છે. આ ગામમાં એક મુસ્લિમ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી રહે છે જેઓએ ગામની જ એક રાજપૂત પરિવારની દીકરીને બાળપણથી જ દીકરી માની છે. જેનું આજેરોજ આ મુસ્લિમ પરિવાર દ્વારા મામેરું ભરવામાં(Wedding of Communal Unity) આવ્યું હતું. આ રાજપૂત દીકરીના લગ્ન પ્રસંગે રોકડ રૂપિયા, ફ્રીજ, ટીવી અને ઘર વખરીનો સમાન આપી મામેરું આપી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારે આ દ્રશ્ય જોઈને સૌ કોઈ ભાવુક થઈ ઉઠ્યા હતા.

Advertisement

મામેરૂ ભરતા સમયે બંને પરિવારો ભાવુક
પ્રાપ્ત માહિતી અનુસાર, તિલકવાડા તાલુકાની સરહદે બુંજેઠા ગામમાં મોટેભાગે દરબાર લોકોની વસ્તી છે.ત્યારે આ જ ગામમાં અહેમદભાઈ મન્સૂરી અને હસનભાઈ મન્સૂરી નામક મુસ્લિમ પરિવાર રહે છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી બૂંજેઠા ગામે રહેતા હોવાથી અને તેમના જ નજીકમાં રહેતા એક દરબાર પરિવાર જેવા વાઘેલા જ્યેન્દ્રસિંહ કિશોરસિંહ સાથે તેમના ઘર જેવા સંબંધ છે.

Advertisement

ત્યારે અહેમદભાઈ અને હસનભાઈએ જયેન્દ્રસિંહ કિશોરસિંહ વાઘેલાની દીકરી અંજલિબાના લગ્નમાં હિંદુ રીતિ રિવાજથી મામેરૂ ભર્યુ હતુ. ફ્રિઝ, ટીવી કપડાં, રોકડ અને ઘરવખરીની સામગ્રી મન્સૂરી પરિવારે મામેરામાં આપી હતી. મુસ્લિમ પરિવારે રાજપૂતની દીકરીને મામેરૂ ભરતાં બૂંજેઠા ગામમાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા. મામેરૂ ભરતા સમયે બંને પરિવારો ભાવુક થયા હતા.

Advertisement

કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા
આ પરિવારે તેમની દીકરી અંજલિ વાઘેલાને મન્સૂરી પરિવારે પોતાની દીકરી માની હતી. જ્યારે આજરોજ જ્યેન્દ્રસિંહ વાઘેલાની દીકરીના લગ્ન હતા. ત્યારે બૂંજેઠા ગામના મુસ્લિમ મન્સૂરી પરિવાર તરફથી આ દીકરીનું મામેરું ભરવામાં આવ્યું હતું.મુસ્લિમ પરિવાર તરફથી રાજપૂતની દીકરીને મામેરું આપવામાં આવતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આજના યુગમાં કોમીના ઝગડા જોવા મળે છે ત્યારે આજરોજ આ લગ્નમાં ભરવામાં આવેલું મામેરું જોતા ઉપસ્થિત સૌ કોઈ ભાવૂક થઈ ઉઠ્યા હતા.

'અમારી ભાણેજના લગ્નમાં હોંશેથી મામેરું લાવ્યા'
મુસ્લિમ પરિવારે જણાવ્યું કે, અમારે ધર્મની બેન બનાવ્યા હતા. જેમને ત્યાં પ્રસંગ હોવાથી એટલે કે, ભાણી બાના લગ્ન હોવાથી અમે મામેરૂ લઈને આવ્યા છીએ. રીત રિવાજ પ્રમાણે ઘર વખરીનો સામાન તેમજ રોકડ સહિત અમે મામારામાં આપ્યા છે. તેમણે કહ્યું કે, અમારૂ ગામ દરબારોનું ગામ છે જેમાં અમારો એક ઘર મુસ્લિમોનો છે અને તમામ હળમળીને રહીએ છીએ.

Advertisement

Tags :
Advertisement
Advertisement