For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

માંતેલા સાંઢની જેમ ધસી આવેલી કાર ઈટોના ઢગલાં સાથે અથડાતાં સર્જાયો જીવલેણ અકસ્માત; 3 યુવાનોના મોત

06:40 PM Jun 11, 2024 IST | V D
માંતેલા સાંઢની જેમ ધસી આવેલી કાર ઈટોના ઢગલાં સાથે અથડાતાં સર્જાયો જીવલેણ અકસ્માત  3 યુવાનોના મોત

Bihar Accident: બિહારના જમુઈમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ સ્પીડમાં આવતી કારે કાબુ ગુમાવ્યો હતો અને રોડની બાજુમાં રાખેલા ઈંટોના ઢગલા સાથે અથડાઈ હતી. ત્યારે આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના ચકાઈ-દેવઘર મુખ્ય માર્ગના અંદીડીહ વળાંક પાસે બની હતી. આ અકસ્માતમાં(Bihar Accident) કારનો કુરચો બોલી ગયો હતો. જો કે આ ઘટનાના પગલે આ અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ત્રણેયના ઘટનાસ્થળે જ મોત
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ત્રણેય યુવકો મોડી રાત્રે પટનાથી દેવઘર જઈ રહ્યા હતા. દરમિયાન આંદીડીહ ગામ પાસે કાર ચલાવતા યુવકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો.જેના કારણે પુરપાટ ઝડપે આવતી કાર રસ્તાની બાજુમાં રાખેલી ઈંટ સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. ત્યારે આ અંગે નજરે જોનારએ જણાવ્યું કે યુવક એક હાઇ સ્પીડ કારમાં દેવઘર તરફ જઈ રહ્યો હતો. રસ્તાના કિનારે એક ઈંટ પડી હતી, તે તેની સાથે અથડાઈ અને ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જે બાદ ગ્રામજનોએ આ ઘટના અંગે ચંદ્રમંડી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી જેસીબી અને ગેસ કટરની મદદથી વાહનમાં ફસાયેલા ત્રણ યુવકોને બહાર કાઢ્યા હતા. આ પછી તેને સ્થાનિક રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબોએ ત્રણેય યુવકોને મૃત જાહેર કર્યા હતા.

Advertisement

જેસીબી અને ગેસ કટરની મદદથી યુવકોને બહાર કાઢ્યા
રસ્તાના કિનારે ઈંટ રાખવામાં આવી હતી જેના કારણે કાર અથડાઈ અને ત્રણ યુવકો કારમાં ફસાઈ ગયા હતા. ગ્રામજનોએ આ ઘટના અંગે ચંદ્રમંડી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જેસીબી અને ગેસ કટરની મદદથી વાહનમાં ફસાયેલા ત્રણ યુવકોને બહાર કાઢ્યા હતા.

Advertisement

આ પછી તેને સ્થાનિક રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ચંદ્રમંડી પોલીસ અધિકારી લક્ષ્મણ કુમારે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા યુવક પટનાના રહેવાસી હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મૃતકોના સંબંધીઓને આપવામાં આવી છે અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જમુઈ મોકલી દેવામાં આવ્યા છે.

મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
મૃતકોની ઓળખ ગોરેલાલ યાદવ, અમન કુમાર અને સંતોષ કુમાર યાદવ તરીકે થઈ છે. ચંદ્રમંડી પોલીસ અધિકારી લક્ષ્મણ કુમારે જણાવ્યું હતું કે, અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે. તમામ પટનાના રહેવાસી હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મૃતકના પરિજનોને આપવામાં આવી છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જમુઈ મોકલવામાં આવ્યા છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement