For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બોટાદ: ઢાકણીયા રોડ પર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત; ગઢડાના બાઈકચાલક યુવાનનું મોત

05:22 PM May 24, 2024 IST | V D
બોટાદ  ઢાકણીયા રોડ પર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત  ગઢડાના બાઈકચાલક યુવાનનું મોત

Botad Accident: બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર ટ્રેકટર તેમજ બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેના કારણે બાઇકચાકળનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.જેના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.તેમજ આ ઘટના અંગે પોલીસને(Botad Accident) જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ લાઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

બાઈકચાલકનું ઘટનાસ્થળ પર મોત
ઢાકણીયા રોડ પર ટ્રેકટર સામેથી આવી રહ્યું હતું તે દરમિયાન બાઈક સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.જેના પગલે બાઇકચાલક પર ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચી હતી.આથી જ સ્થળ પર જ બાઈક ચાલકનું મોત નીપજ્યું હતુ, સાથે જ આ ઘટનાને લઇ આસપાસના વિસ્તારમાં તેમજ રોડ પરથી પસાર થતા લોકોના ટોળા ​​​​​​​એકત્રિત થયા ​​​​​​​હતા. ઘટનાની જાણ બોટાદ પોલીસના થતાં બોટાદ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. હાદમાં 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી મૃતકને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

પરિવાર શોકમાં ગરકાવ
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ યુવકનું નામ ગઢડા તાલુકાના ભીમદાડ ગામના ચિરાગ મગનભાઈ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે.ત્યારે અકાળે આ યુવકનું મોત થતા તેનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે.તેમજ તેના પરિવારમાં આક્રન્દ છવાઈ ગયો હતો.

Advertisement

અકસ્માતની બીજી ઘટના વલસાડથી આવી
બીજી તરફ કપરાડાના હુંડા ગામે બે બાઈક સામ સામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર બારપૂડા ગામની મહિલાને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે બંને બાઈકચાલકો સહિત ત્રણને પણ ઈજા થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement