For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રીલના ચક્કરમાં કાર ચાલક યુવાને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો ભયંકર અકસ્માત, 5 થી વધુ યુવાનો...અકસ્માતનો LIVE વિડીયો મોબઈલમાં થયો રેકોર્ડ

03:46 PM Mar 27, 2024 IST | V D
રીલના ચક્કરમાં કાર ચાલક યુવાને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો ભયંકર અકસ્માત  5 થી વધુ યુવાનો   અકસ્માતનો live વિડીયો મોબઈલમાં થયો રેકોર્ડ

Sabarkantha Accident: સોશિયલ મીડિયાએ તો લોકોને પાગલ બનાવી દીધા છે, ક્યારેક રીલ તો ક્યારેક સેલ્ફીના ચક્કરમાં લોકો પોતાનો જીવ જોખમમાં મુકે છે. ઘણીવાર તો આ બધામાં તળાવ, નદીમાં ડૂબી જવું, અકસ્માત સર્જવા આ બધી ઘટનમાં યુવાનો પોતાનો જીવ ગુમાવે છે. રાજ્યમાં આવી(Sabarkantha Accident) ઘટના ઘટવાને બદલે દિવસેને દિવસે વધતી રહે છે. શું આ તરફ લેવાશે કોઈ પગલા?

Advertisement

સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
આવી જ એક ઘટના ઇડરથી સામે આવી છે.ગીત પર મોજમાં આવીને યુવાનોનો મસ્તી કરતો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી અનુસાર, સાબરકાંઠામાં આ અકસ્માત સર્જાયો હતો. ઈડરના નેત્રામલી પાસે આ અકસ્માત થયો હતો. ઈનોવા કારમાં યુવાનો ફરવા નીકળ્યા હતા. જેમાં અચાનક કાર ચાલકે સ્ટીયરંગ પરથી કાબુ ગુમાવ્યો અને પુલની નીચે ઘુસી ગઈ હતી.

Advertisement

અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પુલની નીચે ફસાઈ ગઈ હતી અને તમામ યુવાનો દર્દથી કણસી રહ્યા હતા. કારમાં પાંચથી વધુ યુવાનો સવાર હતા. આ યુવાનો ચાલુ ગાડીએ વિડીયો ઉતારતા હતાં. જે દરમિયાન કારના સ્ટીયરંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનોની મદદે સ્થાનિકો દોડી આવ્યા અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

ગુજરાતી ગીત પર યુવાનો ચાલુ કારમાં ઝૂમી અને મસ્તી કરતા હતાં
ઇનોવાના ચાલક યુવાને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને સર્જાયો અકસ્માત. કારમાં એક યુવાનના મોબાઈલમાં અકસ્માતનો લાઈવ વીડિયો પણ રેકોર્ડ થયો હતો, જેમાં ગુજરાતી ગીત પર યુવાનો ચાલુ કારમાં ઝૂમી અને મસ્તી કરી રહ્યા હતા ત્યાં જ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને આ અકસ્માત સર્જાયો હતો. ભારે મહેનત પછી કાર બહાર કાઢવામાં આવી હતી અને હાલ યુવાનોને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા.

Advertisement
Tags :
Advertisement
Advertisement